આજે પણ હું કૉંગ્રેસી છું પરંતુ કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો નથી : ઇન્દ્રનીલ રાજ્યગુરૂ

News18 Gujarati
Updated: March 2, 2020, 11:41 AM IST
આજે પણ હું કૉંગ્રેસી છું પરંતુ કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો નથી : ઇન્દ્રનીલ રાજ્યગુરૂ
ઇન્દ્રનીલ રાજ્યગુરુ

કૉંગ્રેસનું એક જૂથ પાર્ટીને ઇન્દ્રનીલની ઘરવાપસી કરાવવા માટે રજૂઆત કરી રહ્યું છે.

  • Share this:
રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે ત્યારે રાજકીય પાર્ટીમાં ગતિવિધિ પણ તેજ થઇ છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુની કૉંગ્રેસમાં ઘરવાપસી થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ જૂથ ગત અઠવાડિયે જ પાર્ટીને ઇન્દ્રનીલની વાપસી અંગે રજૂઆત કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ ન હોવાના કારણે લોકસભામાં કૉંગ્રેસનો રાજકોટ બેઠક પર નબળો દેખાવ રહ્યો હતો. ત્યારે કૉંગ્રેસનું એક જૂથ પાર્ટીને ઇન્દ્રનીલની ઘરવાપસી કરાવવા માટે રજૂઆત કરી રહ્યું છે. જ્યારે બીજુ એક જૂથ ઇન્દ્રનીલની ઘરવાપસી ન થાય તે માટે પણ રજૂઆત કરી રહ્યું છે. ત્યારે આજે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયાને સંબોધીને પોતાનો મત આપ્યો હતો.

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આજે જણાવ્યું કે, 'કૉંગ્રેસ લોકોની સેવા કરવા માટે શ્રેષ્ઠ માધ્યમ છે. કૉંગ્રેસનાં બધા મિત્રો સાથે હજી સંબંધ છે. મારૂં સ્ટેન્ડ મારે નક્કી નથી કરવાનું. હું જરૂર લોકો માટેનો વિચાર જ્યારે હું ફળીભૂત કરી શકીશ ત્યારે ચોક્કસ મારો કોઇ રોલ હશે. કૉંગ્રેસને નુકસાન જાય એવું હું નહીં કરૂં. આજે હું કૉંગ્રેસી છું પરંતુ કૉંગ્રેસમાં નથી.'

તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, 'ભાજપથી લોકો થાક્યા છે અને કૉંગ્રેસ જો કોઇ સારી વાત મુકશે તો લોકો ચોક્કસ જોડાશે.' મહાનગર પાલિકાનાં મુદ્દા અંગે વાત કરતા જણાવ્યું કે, 'આ ચૂંટણીમાં મુદ્દા કયા હોય તે વિચારવા કરતાં લોકએ વિચારવું જોઇએ કે, ભ્રષ્ટાચારને હળવાશથી ન લેવો જોઇએ, કોઇ સત્તાધારીને વહેમ આવી જાય તો એ વહેમ ન આવવા દેવો જોઇએ. હું હંમેશા અમદાવાદ જાવ ત્યારે મિત્રોને પક્ષનાં લોકોને મળતો રહું છું. પરંતુ પક્ષમાં સક્રિય થવાની અત્યારે કોઇ વાત નથી.'

આ પણ વાંચો : દાહોદમાં શિક્ષકનાં ઘરમાંથી મળ્યો બે લાખથી વધારેની કિંમતનો દારૂ, થઇ ધરપકડ

તેમણે કૉંગ્રેસ પક્ષમાં સક્રિય થવાનાં સવાલમાં જવાબ આપ્યો કે, 'જો હું સક્રિય થઇશ તો અમારી ટીમ કૉંગ્રેસ માટે પ્રચાર કરશે જ. હું કૉંગ્રેસી છું, કૉંગ્રેસની વિચારધારાનો છું, લોકો માટે જેટલું બનશે તેટલું કરીશ. આપ આદમી પાર્ટીમાં પણ સક્રિય થવા માંગતો નથી.'

આ વીડિયો પણ જુઓ : 
First published: March 2, 2020, 11:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading