Home /News /kutchh-saurastra /

રોગચાળો વકર્યો: છેલ્લા એક અઠવાડિયામાં જ રાજકોટમાં ડેન્ગ્યુનાં 50 કેસ નોંધાયા

રોગચાળો વકર્યો: છેલ્લા એક અઠવાડિયામાં જ રાજકોટમાં ડેન્ગ્યુનાં 50 કેસ નોંધાયા

રાજકોટમાં વકર્યો ડેગન્ગ્યુ

શહેરમાં કોરોના (Corona)હવે લગભગ કાબુમાં આવી ગયો છે પરંતુ મચ્છરજન્ય રોગચાળાએ માથું  ઉંચકતા છેલ્લા 7 દિવસમાં ડેન્ગ્યુ, (Dengue) મેલેરિયાનાં (Malaria) 52 કેસ નોંધાયા છે. શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં 0 કેસ નોંધાયો છે.

વધુ જુઓ ...
રાજકોટમાં વરસાદ બાદ  (Rajkot City) રોગચાળો વકર્યો હોય તેવી સ્થિતિ સામે આવી છે. શહેરમાં રાગચાળાના મહાનગર પાલિકાનાં (Rajkot Municipal Corporation) આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે. જે અન્વયે તા. 18 થી તા. 24 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 73,186 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા 6907 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 701 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ - વાડી - પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં બાંધકામ સાઇટ, ઇન્ડસ્ટ્રીઝ સહિત કચ્છ ઉત્પતિ સબબ 1157 નોટીસ આપી રૂ. 48050 નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.શહેરમાં કોરોના હવે લગભગ કાબુમાં આવી ગયો છે પરંતુ મચ્છરજન્ય રોગચાળાએ માથું  ઉંચકતા છેલ્લા 7 દિવસમાં ડેન્ગ્યુ,  મેલેરિયાનાં 52 કેસ નોંધાયા છે. શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં 0 કેસ નોંધાયો છે. શહેરમાં દિવસેને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ 18  થી 24  ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના 50 તથા મેલેરીયાના 2 તથા ચિકનગુનિયાના 0 સહિત કુલ 52 કેસ નોંધાતા છે. આ સીઝનનાં ડેન્ગ્યુના 214, મેલેરીયાના 44 તથા ચિકનગુનિયાનાં 19 કેસ નોંધાયા છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો દિવસે ને દિવસે આંતક તંત્ર ઉંધે માથે થયુ છે. ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયાના કેસ નોંધાયેલ વિસતારોમાં ફોગીંગ, મચ્છરના પોરા ની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ લક્ષ્મીવાડી, ગોપાલનગર (ઢેબર રોડ), ગીતાંજલિ પાર્ક, રામ કૃષ્ણ નગર, ન્યુ જાગનાથ પ્લોટ, C.I.S.F., ગાયત્રીનગર, અયોઘ્યા રેસીડેન્સી, ગાયકવાડી, જંકશન પ્લોટ, કૈલાશવાડી, તક્ષશીલા સોસા., યોગરાજનગર, ૫રસાણાનગર, જંકશન પ્લોટ - 12, 41,  ઘાંચીવાડ, હાથીખાના, રામનાથ૫રા, સદરબજાર, જાગનાથ પ્લોટ, હંસરાજનગર વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.


આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 701 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમા બાંઘકામ સાઇટ, ઇન્ડસ્ટ્રીઝ, અન્ય રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 1157 આસામીને નોટીસ આપી રૂા 48050 નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10 x 10 x 10 નું સુત્ર અ૫નાવવું.

જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનીટ ફાળવવી.  બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી.  આમ, માત્ર 10 મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.
Published by:Margi Pandya
First published:

Tags: Dengue Cases increase, Rajkot city, Rajkot Epidemic Outbreak, RMC

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन