જમતી વખતે 65 વર્ષના દાદાના ગળામાં ફસાયો બાદિયો, ડોક્ટરે દૂરબીન વડે કરી સફળ સર્જરી
જમતી વખતે 65 વર્ષના દાદાના ગળામાં ફસાયો બાદિયો, ડોક્ટરે દૂરબીન વડે કરી સફળ સર્જરી
જમતી વખતે 65 વર્ષના દાદાના ગળામાં ફસાયો બાદિયો, ડોક્ટરે દૂરબીન વડે કરી સફળ સર્જરી
વાંકાનેરમાં 65 વર્ષીય વૃદ્ધ(65 years old) જમવા બેઠા તો અન્નનળીમાં(Esophagus) બાદીયો(Badian) ફસાયો હોવાની ખબર પડતા તેઓ તુરંત રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં(Private hospital) સારવાર માટે આવ્યા હતા.
મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ(Rajkot) : નાના બાળકો(Small Child) રમતા-રમતા અવાર નવાર કાન(Ears) નાક(Nose) કે ગલા(Throat) માં કોઈ ને કોઈ વસ્તુ ઓ નાખી દેતા હોય છે આને લીધે કાયરેક ગંભીર પરિસ્થિતી(Serious situation) સર્જાતી હોય છે પરંતુ કયરેક મોટી ઉંમરે પણ આવી જ પરસ્થિતિ સર્જાય તો ગંભીર પરિસ્થિતિ સર્જાય છે તેવોજ એક કિસ્સો તાજેતર માં વાંકાનેરમાં 65 વર્ષીય વૃદ્ધ(65 years old) જમવા બેઠા તો અન્નનળીમાં(Esophagus) બાદીયો(Badian) ફસાયો હોવાની ખબર પડતા તેઓ તુરંત રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં(Private hospital) સારવાર માટે આવ્યા હતા
૬૫ વર્ષ ના દર્દી રતિભાઈ કુમખાનિય વાકાનેર ના વતની એક દિવસ અગાઉ જમતા જમતા તેમને ગળા માં કંઇક ફસાઈ ગયું એવો અહેસાસ થયો હતો.અને બાદ માં દુખાવો થવા લાગ્યો અને ગળા નીચે થી પાણી પણ ઉતરતું બંધ થઈ ગયું હતું તેઓ ને રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જ્યાં તબીબે ગળામાં દૂરબીન વડે બાદીયો શોધી બહાર કાઢી વૃદ્ધને દર્દમુક્ત કર્યો છે.
જયારે ,તબીબ દ્વારા જણાવ્યું હતું કે, તપાસ કરતા માલુમ પડ્યું કે રતિભાઈ ને અન્નનળી માં કંઇક ફસાઈ ગયું હતું અને જેને લીધે તેમને ગળા મા દુખાવો અને ગળા નીચે પાણી પણ ઉતરતું બંધ થઈ ગયું હતું. ડો.એ તાત્કાલિક ધોરણે સારવાર ચાલુ કરી રાત્રે જ ઓપરેશન હાથ ધર્યું હતું અને દૂરબીન વડે અન્નનળી ની તપાસ કરતા માલુમ પડ્યું હતું કે અન્નનળી માં એકદમ વચે જ કંઇક ફસાઈ ગયું હતું જે દૂરબીન વડે સ્પેશિયલ forceps વડે કાઢી આપતા માલુમ પડ્યું હતું કે તે એક અણીદાર બાદિયો જે જમવામાં આવી જતા ની સાથે જ દર્દી ને દાંત ના હોવાથી ગળે ઉતરી જતા અન્નનળી માં ફસાઈ ગયો હતો આ અગાઉ પણ રતીભાઈ ને ૯ વર્ષ પહેલાં આજરીતે અન્નનળી માં કંઇક ફસાઈ ગયું હતું અને તે પણ રાતે દૂરબીન વડે કાઢી આપ્યું હતું.
આ કેસ ની વિકટ સ્થિતિ એ હતી કે દર્દી ની ઉંમર ૬૫ વર્ષ ફેફસા નબળા હતા અન્નનળી માં શું ફસાઈ ગયું છે તેની ખબર પણ ના હતી અને ખાસ તો દર્દી ની અન્નનળી સાંકડી હતી જેથી વારંવાર કંઈ ને કંઇક વસ્તુ ફસાઈ જતી હતી જેને મેડિકલ ભાષામાં અન્નનળી નું stricture કેવાય છે આ ઓપરેશન એટલે જોખમી હતું કે ક્યારેક અન્નનળી માં જો દૂરબીન વડે ફસાયેલ વસ્તુ કાઢતી વખતે ઇજા થાય તો અન્નનળી ફાટી જાય તો તે જીવલેણ નીવડે તેથી મેં કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના ઓપરેશન થિયેટરમાં લઇ દૂરબીન વડે અન્નનળીમાં ફસાયેલ બાદિયો ને દૂરબીન વડે ગણતરી ન મિનિટોમાં જ કાઢી આપ્યો હતો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર