રાજકોટ : એંજિનિયરને છરીના ઘા મારી લૂંટી લેનારા ઝડપાયા, લુખ્ખા તત્વોની 'હિમ્મત' જાણીને ચોંકી જશો

રાજકોટ : એંજિનિયરને છરીના ઘા મારી લૂંટી લેનારા ઝડપાયા, લુખ્ખા તત્વોની 'હિમ્મત' જાણીને ચોંકી જશો
મોરબીથી નોકરી કરી અને પરત આવતા એન્જિનિયરને ચાકુની અણીએ લૂંટનારા લુખ્ખાઓ ઝડપાયા

રંગીલા રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ, લૂંટી લેવાની તરકીબ અને હિમ્મત જાણીને આશ્ચર્ય થશે. પોલીસને પડકાર ફેંકતા લબરમૂછિયા

  • Share this:
રાજકોટ શહેરના (Rajkot) આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 24 માર્ચના રોજ લૂંટનો બનાવ સામે આવ્યો હતો. મોરબીથી નોકરી કરી પરત ફરેલા એન્જિનિયરને લૂંટીને તેની પાસે રહેલ રોકડ તેમજ મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જે બનાવ અંતર્ગત ગણતરીના દિવસોમાં આજીડેમ પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર મામલે news 18 ગુજરાતી સાથેની વાતચીતમાં આજીડેમ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વી. જે ચાવડાએ જણાવ્યું હતું કે, ગોંડલ રોડ રિદ્ધિ સિધ્ધિ સોસાયટીના નાળા ની નીચે રેલ્વે લાઈન પાસે દિલીપભાઈ જગદીશભાઈ મોડાસીયા નામનો વ્યક્તિ નોકરી (job) પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારે રેલવેના પાટા (railway track) ઓળંગતી વખતે ચારથી પાંચ જેટલા શખ્સોએ તેને છરીનો ઘા મારી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક અસરથી સારવાર માટે સિવિલ હોસ્પિટલે (civil hospital) ખસેડવામાં આવ્યો હતો.આ પણ વાંચો : રાજકોટ : કુખ્યાત ઇબ્રાહિમ ઉર્ફે 'ઇભલો' ઝડપાયો, આખી ગેંગની 50 ગુનાઓની છે 'ક્રાઇમ કુંડળી'

ત્યારે ભોગ બનનાર વ્યક્તિના મોટાભાઈ અશ્વિનભાઈ મોડાસાએ પોલીસને જણાવ્યું હતું કે, મારો ભાઈ મોરબીમાં આવેલી એ ટુ ઝેડ એન્જિનીયરિંગ કંપનીમાં કામ કરે છે. કામકાજ માટે તેને રોજ રાજકોટ થી મોરબી જવા અપડાઉન કરવું પડે છે. ગઈ કાલે સાંજના આઠ વાગ્યે બસમાં બેસી મોરબી થી પરત ફરી રહ્યો હતો. આ સમયે ગોંડલ ચોકડીની આગળ નાલા પાસે ચાર જેટલા શખ્સોએ મોબાઇલ ફોન તેમજ રોકડ ભરેલા પાકીટની લૂંટ ચલાવી હતી.

ત્યારે સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એમ.ઝાલા અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ તથા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 15 જેટલા શકમંદોની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કેટલીક જરૂરી માહિતીઓ પણ મળી હતી તેમ જ બાતમીદારો ના બાતમીના આધારે કોઠારીયા ગામ અને લોઠડા ગામમાં છે વાડી વિસ્તારમાં રહેલા પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :   સુરત : કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં કતારગામ ચેકપોસ્ટ માથે લીધી, શરમજનક દૃશ્યો સર્જાયા


પોલીસે હાલ કિશન હસમુખભાઈ અગેસાણીયા, ધર્મેશ ઉર્ફે જીગો પરસોત્તમભાઈ સોલંકી, સુનિલ ઉર્ફે આર્યન ઉર્ફે જીણકો ભાવેશભાઈ શિયાળ, રાહુલ ઉર્ફે રોહિત સુનિલ ભાઈ સોલંકી, કુલદીપ ઉર્ફે રોહન ઉર્ફે બાકડો સુનિલભાઈ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસે ઝડપી પાડેલા આરોપી કિશન વિરુદ્ધ ત્રણ જેટલા ગુના દાખલ થઇ ચુક્યા છે જ્યારે કે ધર્મેશ ઉર્ફે જીગો પરસોત્તમભાઈ સોલંકી વિરૂદ્ધ બે જેટલા ગુના દાખલ થઇ ચુક્યા છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડાએ જણાવ્યું હતું કે, આ કામના આરોપીઓ રિક્ષા ડ્રાઇવર તેમજ પેસેન્જરો સ્વાંગ રચી અવાવરું જગ્યાએ ઊભા રહી જતા. ત્યાંથી અવરજવર કરતા કેટલા રાહદારીઓને ટાર્ગેટ બનાવી તેમને રોકી તિક્ષણ હથિયાર બતાવી તેમની પાસે રહેલ રોકડ મોબાઇલ ફોન તેમજ કિંમતી ચીજવસ્તુ કાઢી લઇ લૂંટી ત્યાંથી નાસી જતા હતા.
Published by:Jay Mishra
First published:March 30, 2021, 16:30 pm