કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત
હોસ્પિટલની તસવીર

તાહીર ભાઈના લગ્ન એક વર્ષ પૂર્વે જ થયા હતા બાદમાં પત્ની અને માતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી તાહીર ભાઈ કંટાળી ગયા હતા જેના કારણે તેમણે આ આત્મઘાતી પગલું ભરવાનો વારો આવ્યો છે. 

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન આપઘાતના (suicide case) બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પત્ની અને માતા વચ્ચે ચાલતા ગૃહ કંકાસથી કંટાળીને (sasu -vahu fight) ઈલેક્ટ્રીકના વેપારીએ (Electric dealer) પોતાની જ દુકાનમાં ઝેરી દવા પી પોતાનું જીવન ટુંકાવ્યું છે.  કોરોના મહામારી શરૂ થયા બાદ અનેક લોકોના વેપાર ધંધા રોજગારને માઠી અસર થવા પહોંચી છે. જેના કારણે અનેક લોકોએ પોતાનો ધંધો રોજગાર નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાક લોકોએ આર્થિક ભીંસ થી કંટાળીને આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લીધા છે. તો બીજી તરફ કેટલાક લોકો ઘરકંકાસથી કંટાળીને તો કેટલાક પ્રેમમાં નિષ્ફળ જવાના કારણે આત્મ હત્યા સુધી ના પગલા ભરી રહ્યા છે.

ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના બેડી પરા રસ્તા અને સોની બજારમાં ગેબી પીર ની દરગાહ પાસે ઈલેક્ટ્રીક પાર્ટસની રિપેરિંગની દુકાન ધરાવતા તાહીર ભાઈ સબીરભાઈ વૈદ્ય નામના 40 વર્ષીય વ્હોરા વેપારીએ પોતાની જ દુકાનમાં ઝેરી દવા ગટગટાવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ તાહીર ભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.ઘટનાની જાણ થતા જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે તાહીર ભાઈનું મૃત્યુ થતા તેમના શબને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે પરિવારજનોના તેમજ આડોશ પાડોશના લોકોના નિવેદન નોંધ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર તાહીર ભાઈના લગ્ન એક વર્ષ પૂર્વે જ થયા હતા બાદમાં પત્ની અને માતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી તાહીર ભાઈ કંટાળી ગયા હતા જેના કારણે તેમણે આ આત્મઘાતી પગલું ભરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પાંચ કૂવા સાઈકલ ખરીદવા જતા પહેલા સાવધાન, કસરત કરવાની સાઈકલ વેપારીને રૂ.3.50 લાખમાં પડી

આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે રાજકોટ શહેરના વોર્ડ નંબર ચાર મા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ઉધમસિંગ ટાઉનશિપ વિંગમાં રહેતા પ્રદીપભાઈ ધનસુખભાઈ પંચાલ નામના યુવાને પોતાના જ ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ પરિવારજનોને થતાં તેમણે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધેલા પ્રદીપ ને નીચે ઉતાર્યો હતો.

આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

સમગ્ર બનાવ અંગે બી ડિવિઝન પોલીસ તેમજ 108ને જાણ થતા તાત્કાલીક અસરથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી 108 ની ટીમ દ્વારા પ્રદીપ ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પ્રદીપ મૂળ કડી પંથકનો રહેવાસી હતો. તે રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી પત્ની તેમજ ત્રણ સંતાનો સાથે રહી ઘરનું ગુજરાન ચલાવવા માટે કામ કરતો હતો. પરંતુ lockdown ના કારણે કામ ધંધો સરખો ન ચાલતાં પ્રદીપ તેમજ તેનો પરિવાર આર્થિક સંકડામણ નો સામનો કરી રહ્યા હતા. આર્થિક સંકડામણને કારણે પ્રદીપભાઈ ના ઘર માં ઘરકંકાશ ની પણ શરૂઆત થઇ હતી. ત્યારે ઘર કંકાસ ના કારણે તેમજ આર્થિક સંકડામણને કારણે પ્રદીપ એ પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.  આમ, પ્રદીપના જીવન ટૂંકાવવા ના કારણે ત્રણ સંતાનો એ પોતાના પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
Published by:ankit patel
First published:February 16, 2021, 22:25 pm

ટૉપ ન્યૂઝ