રાજકોટ : શહેર બાદ જિલ્લામાં પણ હવે ભડકે બળી કાર, જુઓ દ્રશ્ય


Updated: May 23, 2020, 7:45 PM IST
રાજકોટ : શહેર બાદ જિલ્લામાં પણ હવે ભડકે બળી કાર, જુઓ દ્રશ્ય
રાજકોટ કારમાં આગ લાગી

કારમાં અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી

  • Share this:
રાજકોટ : શહેર બાદ જિલ્લાની અંદર પણ આગજનીનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના ગોંડલની અંદર ઇકો કારમાં અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. શહેરના ગુંદાળા રોડ પર ઇકો કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગજનીના બનાવની વાત મળતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જે બાદ ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા આગને બુઝાવવા માં આવી હતી. ઇકો કારની સાથો સાથ ઘરમાં પણ આગના કારણે નુકશાન પહોંચ્યું છે. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા નથી પામી.

ગઈકાલે રાજકોટના ગ્રીનલેંડ ચોકડી પાસે આવેલા મેંગો માર્કેટમાં પણ આગજનીનો બનાવ સામે આવ્યો હતો. મેંગો માર્કેટમાં આવેલી સવારના હરાજી થતી હોય છે. ત્યારે આ સમયે મોટી સંખ્યામાં કેરી લઈને આવેલા ટ્રક ડ્રાઇવર તેમજ વેપારીઓ દલાલો અને ગ્રાહકો હાજર હોય છે. ત્યારે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી થોડે દૂર આવેલા મેંગો માર્કેટમાં આગજનીનો બનાવ સામે આવ્યો હતો. મેંગો માર્કેટ માં ઉભેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા ની સાથે આજુબાજુમાં ઊભેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

આ સમયે ટ્રકના માલિક તેમજ રઘુવીર ટ્રાન્સપોર્ટ ના સંચાલક ભૂપતસિંહ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડને જાણ કરાતા બી ડિવિઝન ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલીક અસરથી દોડી ગયો હતો. જે બાદ ટ્રકમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ મામલે સદનસીબે કોઇ જાનહાની થવા પામી નથી.

ઉલ્લેખનીય છે કે, ઉનાળાની ઋતુમાં આ પ્રકારે વાહનોની અંદર શોર્ટ સર્કિટના કારણે આગજનીના બનાવો બનતા હોય છે. બે મહિના પૂર્વે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં માત્ર એક જ અઠવાડિયામાં ત્રણ જેટલા આગજનીના બનાવો બન્યા હતા. જે પૈકી એક આગજનીના બનાવ ખુદ કોંગ્રેસનાા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની લાખેણી કાર સાથે પણ બન્યો હતો.
First published: May 23, 2020, 7:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading