Home /News /kutchh-saurastra /

કોરોનાનું ગ્રહણ! રાજકોટમાં સોની બજારમાં અખાત્રીજનું અંદાજીત રૂ. 150 કરોડનું ટર્નઓવર થશે ઠપ

કોરોનાનું ગ્રહણ! રાજકોટમાં સોની બજારમાં અખાત્રીજનું અંદાજીત રૂ. 150 કરોડનું ટર્નઓવર થશે ઠપ

રૉયટર્સના કહેવા મુજબ એપ્રિલ મહિનામાં ભારતમાં ખાલી 50 કિલોગ્રામ સોનાની આયાત કરવામાં આવી છે. આ જાણકારી સરકારી સુત્રો દ્વારા મળી છે. તમને જણાવી દઇએ કે એપ્રિલ મહિનાને વેડિંગ સીઝન માનવામાં આવે છે. અને અક્ષય તૃતીયાના કારણે આ સમયે સોનીની જોરદાર માંગ હોય છે.

આવતીકાલે અખાત્રીજની પવિત્ર તિથિ હોય તે દિવસે લોકો શુકનવંતા સોનાની ખરીદી કરતા હોય છે અને સુકન સાચવતા હોય છે પરંતુ લોકડાઉનને લીધે હાલ સોની બજાર ખાલીખમ ભાસી રહી છે

રાજકોટઃ દેશભરમાં કોરોના વાયરસની (coronavirus) મહામારી સામે લડવા પહેલા 21 અને હવે 19 દિવસનું લોકડાઉન (lockdown) જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સાવચેતીના ભાગરૂપે લોકડાઉન જાહેર થાય તે પૂર્વે જ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સોની બજાર બંધ કરી દેવામાં આવી હતી જે આજદિન સુધી બંધ જ છે પરંતુ આવતીકાલે અખાત્રીજની (Akhatrij) પવિત્ર તિથિ હોય તે દિવસે લોકો શુકનવંતા સોનાની ખરીદી કરતા હોય છે અને સુકન સાચવતા હોય છે પરંતુ લોકડાઉનને લીધે હાલ સોની બજાર ખાલીખમ ભાસી રહી છે એક અંદાજ પ્રમાણે અખાત્રીજના દિવસે 150 કરોડનો વેપાર થતો હોય છે પરંતુ કોરોનાના ગ્રહણને લીધે આ ટર્ન ઓવર ઠપ થઇ જતા વેપારીઓને મોટો ફટકો પડ્યો છે.

તેમ છતાં '' જાન હૈ તો જહાન હૈ '' તે સૂત્રને સાર્થક કરવા વેપારી મંડળ દ્વારા રત્ન કલાકારોને હિમ્મત રાખી આ કપરા સમયનો સામનો કરવા અપીલ કરી છે અખાત્રીજ - અક્ષય તૃતિયામાં દર વર્ષે વેપારીઓને થતી કમાણી આ વર્ષે નહિ થાય તેનું દુઃખ છે પરંતુ આરોગ્યને મહત્વ આપી સરકારના નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે આગામી 3 મેના રોજ લોકડાઉન પૂર્ણ થતું હોય ત્યાર પછી પણ સરકારની સૂચના મુજબ સોની બજાર ખોલવી કે ના ખોલવી તે અંગે નિર્ણય લેવામાં આવશે.

લોકડાઉન ખુલ્યા પછી પણ રાબેતા મુજબ ધંધો કરવા માટે અંદાજે 6 મહિના જેટલો સમય લાગશે તેવું પણ વેપારીઓ માની રહ્યા છે
અખાત્રીજમાં ગુમાવેલું દિવાળી ટાણે રિકવર કરવાની તક મળશે

જવેલર્સ અલ્પેશભાઈએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાંજણાવ્યું હતું કે અખાત્રીજનો દિવસ કમાણીનો દિવસ હોય છે પરંતુ લોકડાઉનને લીધે વેપારીઓને મોટી નુકશાનીનો સામનો કરવો પાસે રાજકોટમાં અખાત્રીજનું 100થી 150 કરોડનું અને આખા મહિનાનું 1000 કરોડનું ટર્ન ઓવર થતું હોય છે જે ઠપ થઇ ગયું છે.

ઓનલાઇન ખરીદીની કોઈ સ્કીમ રાખેલ નથી હજુ પણ ભાવ વધશે જ જે અખાત્રીજ કે લગ્નગાળામાં ગુમાવ્યું છે તે દિવાળી ઉપર રિકવર કરવાની તક મળશે.

જવેલર્સ પરીન પારેખે ન્યુઝ ૧૮ ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અખાત્રીજનો દિવસ શુકનવંતો દિવસ ગણવામાં આવે છે આ શુભ દિવસે સારા કાર્યોને લોકો વધુ પ્રાધાન્ય આપતા હોય છે ત્યારે આ દિવસે સુકન સાચવવા માટે ગ્રાહકોને ઓનલાઇન ખરીદીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં ઓનલાઇન પેમેન્ટ કરી તેઓને સર્ટિફિકેટ આપવામાં આવશે.

જેથી તેઓ મુહૂર્ત સાચવી શકે કરંટ ભાવ પ્રમાણે જવેલરીનું પણ બુકીંગ કરવામાં આવે છે જેમાં એડવાન્સ પેમેન્ટ આપી જે તે જવેલરી બુકીંગ કરી શકાય છે અને લોકડાઉન ખુલ્યા પછી દાગીના આપવામાં આવે છે આ સમયે સૌ રત્ન કલાકારોનીયુ હિત જળવાઈ તે માટે સૌ સાથે મળીને લડીએ તેવું પણ જણાવ્યું હતું.

વર્લ્ડ વાઈડ ડાઉન ઈકોનોમી ઉભી કરતા 6 મહિના લાગી જશે
હાલ કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન જાહેર થયું હોવાથી અખાત્રીજમાં તો કોઈ વેપારની આશા રાખી શકાય તેમ જ નથી અખાત્રીજમાં ટર્ન ઓવર ખુબ સારું હોય છે પરંતુ હાલ ખુબ ખરાબ પરિસ્થિતિ છે 3 મેં પછી લોકડાઉન પૂર્ણ થયા બાદ જે નક્કી થશે તે પ્રમાણે બજારો ખોલવામાં આવશે કોરોનાને લીધે વર્લ્ડ વાઈડ ઈકોનીમી ડાઉન છે જે આર્થિક રીતે મજબૂત થવા માટે છ મહિના જેટલો સમય લાગી જશે.
Published by:ankit patel
First published:

Tags: Akhatrij, Coronavirus, Lockdown, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन