રાજકોટ અને કચ્છમાં ભૂકંપના આંચકા, રાજકોટમાં 3.1ની તિવ્રતા

રાજકોટ અને કચ્છમાં ભૂકંપના આંચકા, રાજકોટમાં 3.1ની તિવ્રતા
રાજકોટમાં આજે 3.1ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. રાજકોટની સાથે સાથે રાપમાં પણ 1.8ની તિવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા હતા.

રાજકોટમાં આજે 3.1ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. રાજકોટની સાથે સાથે રાપમાં પણ 1.8ની તિવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા હતા.

 • Share this:
  રાજકોટઃ રાજકોટમાં આજે 3.1ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. રાજકોટની સાથે સાથે રાપમાં પણ 1.8ની તિવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા હતા.

  ઓખીનો ખતરો ટળ્યો ત્યાં આચકાએ ડરાવ્યા  રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો છે. ઓખીની અસરને કારણે ઠેર ઠેર વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોના લોકો ઓખીના જોખમથી ફફડી રહ્યાં હતાં એવામાં રાજકોટમાં આવેલા ભૂકંપના આંચકાએ લોકોને વધારે ડરાવ્યા છે. જોકે, ઓખીની આફત ગુજરાત પરથી ટળી ગઈ છે.

  રાજકોટમાં બપોરે 11 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરથી 27 કિલોમીટર દૂર હોવાનું માલુમ પડ્યું છે. રાજકોટમાં આવેલા ભૂકંપની માત્રા ખૂબ જ ઓછી હોવાને કારણે કોઈ નુકસાન થયું નથી. અમુક લોકોએ જ આંચકો અનુભવ્યો હતો.
  First published:December 06, 2017, 15:46 pm

  ટૉપ ન્યૂઝ