અમદાવાદ પછી હવે રાજકોટમાં : જાહેરમાં થૂંકવા બદલ 9 લોકોને મળ્યો ઇ-મેમો

મ્યુનિ. કમિશનરે કહ્યું કે જાહેરમાં વાહન પર પાન માવા થૂંકે તેને ઇ-મેમો મોકલવાની વ્યવસ્થાનું આજથી ટેસ્ટિંગ શરૂ થયું છે અને તા.22-5-2019 થી ફૂલ ફ્લેજ આ વ્યવસ્થા કાર્યરત થઈ જશે.

News18 Gujarati
Updated: May 17, 2019, 3:36 PM IST
અમદાવાદ પછી હવે રાજકોટમાં : જાહેરમાં થૂંકવા બદલ 9 લોકોને મળ્યો ઇ-મેમો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 3:36 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી: રાજકોટ શહેરમાં જાહેરમાર્ગો, જોવાલાયક સ્થળો, બાગ-બગીચા વિગેરે સ્થળોએ સંપુર્ણ સ્વચ્છતા જળવાઇ રહે તેમજ સ્વચ્છતા બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીબંછાનિધિપાનીએ શહેરમાં વસતા તમામ નાગરિકો તેમજ શહેરની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓ જોગ એક જાહેરનામાં દ્વારા,પાન-માવા-ફાકી-ગુટખાનું સેવન કરી જાહેરમાં ચાલુ વાહને થૂંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં આજે પહેલા કુલ 09 વાહન માલિકોને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જાહેરમાં થૂંકશો તો હવે ઘરે આવીને AMC વસૂલશે દંડ

જાહેર સ્થળ પર થૂંકનાર વાહન માલિક સી.સી.ટી.વી. કેમેરામાં તસવીર સાથે જણાયેલ અને તેની વાહન નંબર દ્વારા માલિકનું નામ અને સરનામું મેળવી તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે કે.કે.વી. ચોકથી 01, નાનામવા સર્કલથી 01, કાન્તા સ્ત્રી વિકાસ ચોકથી 03 અને ઢેબર ચોકથી 04 વાહન માલિકોને ઈ-મેમો મોકવામાં આવ્યા હતા.

આપવામાં આવેલ ઇ-મેમો


આ વિષયમાં વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, 'હાલમાં રાજકોટ શહેરમાં જુદા-જુદાં સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા રાખવામાં આવેલ છે. જેનું મોનીટરીંગ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર ખાતે કરવામાં આવે છે. ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે હવેથી ચાલુ કારે, ચાલુ બાઇક કે કોઇ પણ ચાલુ વાહન પરથી જાહેર રસ્તા કે જાહેર સ્થળ પર થૂંકનાર કે પાન-માવા-ફાકીની પિચકારી મારનાર કે ગુટકાનો ચોળેલો મસાલો કે અન્ય કચરો ફેકનાર કોઇ પણ નાગરીક સી.સી.ટી.વી કેમેરામાં ઝડપાશે તો તેના ઉપરથી વાહનના માલિકને તેમના ઘરે પ્રથમ વખત રૂ.250- તથા બીજી વખત રૂ.500 તથા બે વખતથી વધારે હશે તો રૂ.750નો ઇ-મેમો મોકલવામાં આવશે. આ ઇ-મેમો મળતા વાહન માલિકોએ દિવસ સાતની અંદર ઇ-મેમાની રકમ નજીકની વોર્ડ ઓફીસ અથવા સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરવાની રહેશે. જો આ રકમ ભરપાઇ કરવામાં ન આવે તો સેનેટરી ઇન્સપેકટર મારફત રૂ.1000ની રકમ રૂબરૂ વસુલ કરવામાં આવશે. આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે ધી જી.પી.એમ.સી.એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.'

 
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...