રાજકોટ : લૉકડાઉનમાંથી મુક્તિના નકલી પાસ બનાવી વેચવાના કૌભાંડનો પર્દાફાશ, 17 શખ્શોની ધરપકડ

રાજકોટ : લૉકડાઉનમાંથી મુક્તિના નકલી પાસ બનાવી વેચવાના કૌભાંડનો પર્દાફાશ, 17 શખ્શોની ધરપકડ
આ નકલી પાસ બનાવીને અત્યારસુધીમાં 20 લોકોને વેચ્યા હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે.

પરસાણાનગરમાં રહેતાં અમિત મોટવાણીએ ઝુલેલાલ મંદિર પાસેના પોતાના રાજાવીર સ્‍ટુડિયોમાં ફોટોશોપની મદદથી કલેક્‍ટર તંત્રના લોકડાઉન મુક્‍તિ પાસ છાપવાનું શરૂ કર્યુ હતું

 • Share this:
  રાજકોટ : રાજકોટમાં લૉકડાઉન મુક્તિના જરૂરી સેવાઓના નકલી પાસ બનાવી વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ન્યૂઝ18 ગુજરાતીની આ મુહિમમાં પોલીસે દરોડા પાડીને અને 17 શખ્સોને ઝડપી પાડ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીને માહિતી મળી હતી કે રાજકોટમાં આ પ્રકારે લૉકડાઉનમાંથી મુક્તિના ડુપ્લીકેટ પાસ બનાવી વેચવામાં આવી રહ્યા છે. જેનું સ્ટિંગ ઑપરેશન કરતા ગઠીયાઓ આબાદ ઝડપાઈ ગયા હતા. આ આધાર પુરાવાઓને સાથે રાખીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પરસાણાનગરમાં રહેતાં અમિત મોટવાણીના ઝુલેલાલ મંદિર પાસેના પોતાના રાજાવીર સ્‍ટુડિયોમાં ફોટોશોપની મદદથી કલેક્‍ટર તંત્રના લોકડાઉન મુક્‍તિ પાસ છાપવાના કૌભાંડનો પર્દાફાશ કરી ધરપકડ કરી છે.

  આ બનાવની વિગત એવી છે કે કોરોના સંદર્ભે લોકડાઉનમાંથી મુક્‍તિ આપવા માટેના નકલી પાસ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. શહેરના જંક્શન પ્લોટ પરસાણા નગરમાં રહેતાં અને સિંધઘી કોલોનીમાં ઝુલેલાલ મંદિર પાસે રાજાવીર સ્ટૂડિયાના ચલાવતા અમિત મોટવાણી ઉ.વ29એ બે સાગરિતો સાથે મળી અને કલેક્ટરના સહી સિક્કા બવાળા નકલી પાસો બનાવી વેચ્યા હતા. આ મામલે નકલી પાસ બનતા હોવાની જાણ થતા ન્યૂઝ 18 ગુજરાતીએ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.  આ પણ વાંચો :   કોરોનાના કહેર વચ્ચે મોટા સમાચાર, કેરળમાં 5 જૂન, ગુજરાતમાં આ તારીખથી મેઘરાજાની પધરામણી થશે

  દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી અને ત્રિપુટી અને તેની પાસેથી નકલી પાસ લેનારા મળી કુલ ૧૭ સામે ગુનો નોંધી રાતોરાત સકંજામાં લીધા છે. ફોટોગ્રાફરે લોકડાઉનમાં ધંધો ઠપ્‍પ થયો હોઇ અને ઘરનું ભાડુ ચડી ગયું હોઇ રોકડી કરવા બે મિત્રો સાથે મળી આવો ગોરખધંધો એકાદ મહિનાથી શરૂ કર્યાનું રટણ કર્યુ છે. તેમજ માત્ર વીસ જેટલા નકલી પાસ જ બનાવ્‍યાનું રટણ કર્યુ છે.

  આ મામલે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ રઘુભા વાળાની ફરિયાદના આધારે ઠગ ટોળકી ઝડપાઈ છે. જોકે, આટલા સમયથી આ કૌભાડ શરૂ હતું ત્યારે તેની ગંધ કોઈને ન આવી તે પણ મોટી વાત હતી. દરમિયાન રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને આ બાબતે જણાવ્યુ હતું કે 'આ એક ગંભીર ગુનો છે. જે લોકોને બહાર નીકળવું જરૂરી છે તેમના માટે દિવસ-રાત પાસ બનાવી આપવામાં આવે છે પરંતુ આ પ્રકારે ગેરરિતી આચરી પાસ તૈયાર કરનારાઓ પર કડક કાર્યવાહી થશે. ભવિષ્યમાં પણ જો કોઈ આવું કરતું માલૂમ પડશે તો તેના પર કાર્યવાહી થશે.

  આ પણ વાંચો :   સુરત : Lockdownમાં ઘરે જવાની બાબતે ઝઘડાં થતા પતિએ કરી પત્નીની હત્યા, પોલીસ સ્ટેશને જઈ કબૂલ્યું 'પાપ'

  નકલી પાસ ઝડપાતા નવા નિયમો

  નકલી પાસનું કૌભાંડ ઝડપાતાં પોલીસે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ પાસ ધારકો હોય તેણે ફરજીયાત અસલી પાસ સાથે રાખવાનો રહેશે, ઝેરોક્ષ કોપી ચાલશે નહિ. તેમજ ફેક્‍ટરી માલિકોએ પોતાના કામદારોને મંજુરી પત્ર આપ્‍યો હતો અને સાથે કામદારનું લિસ્‍ટ પણ હોય તેમાં જે તે કામદારના નામ સામે તેનો ફોટો લગાડવાનો રહેશે અને સાથે તેમાં જે તે ફેક્‍ટરીના સિક્કા લગાવવાના રહેશે. જેથી કરીને કોઇ નકલી પાસનો ઉપયોગ કરી શકે નહિ.
  Published by:News18 Gujarati
  First published:May 15, 2020, 17:02 pm

  ટૉપ ન્યૂઝ