રાજકોટમાં ડુપ્લીકેટ વોટિંગકાર્ડ બનાવવાનું કૌભાંડ,2ની ધરપકડ

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 5:31 PM IST
રાજકોટમાં ડુપ્લીકેટ વોટિંગકાર્ડ બનાવવાનું કૌભાંડ,2ની ધરપકડ
રાજકોટઃ રાજકોટમાં જુના ઈલેક્શન કાર્ડ જમા લઇ ડુપ્લીકેટ પીવીસી કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ છે. ચૂંટણી શાખા અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી શહેરના હરિહર ચોક પાસે કેયુર કોમ્પ્લેક્ષમાં આવેલા નવકાર ઝેરોક્ષ નામની દુકાનમાં છેલ્લા બે માસથી ચાલતા ડુપ્લીકેટ ઈલેક્શન કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાપાશ થયો છે. પોલીસે ડુપ્લીકેટનું કૌભાંડ આચરનારા ગૌરવ શાહ અને પ્રશાંત લાખાણી નામના બે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 5:31 PM IST
રાજકોટઃ રાજકોટમાં જુના ઈલેક્શન કાર્ડ જમા લઇ ડુપ્લીકેટ પીવીસી કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ છે. ચૂંટણી શાખા અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી શહેરના હરિહર ચોક પાસે કેયુર કોમ્પ્લેક્ષમાં આવેલા નવકાર ઝેરોક્ષ નામની દુકાનમાં છેલ્લા બે માસથી ચાલતા ડુપ્લીકેટ ઈલેક્શન કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાપાશ થયો છે. પોલીસે ડુપ્લીકેટનું કૌભાંડ આચરનારા ગૌરવ શાહ અને પ્રશાંત લાખાણી નામના બે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
માહિતીના આધારે એ-ડિવિઝન પોલીસ અને ચૂંટણી શાખાના અધિકારીઓને સાથે રાખી ડમી ગ્રાહકને મોકલવામાં આવ્યો હતો. ડમી ગ્રાહકે જુના ચૂંટણી કાર્ડ પર નવું પીવીસી કાર્ડ બનાવવાનું કહેતા રૂપિયા ૩૫૦નો ખર્ચ થશે તેવું  કહેતા ચૂંટણી શાખા અને પોલિસના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને ગૌરવ શાહ અને પ્રશાંત લાખાણીની ધરપકડ કરી હતી.
ડુપ્લીકેટનું કૌભાંડ આચરતા ઝડપાયેલા બંને શકશો સરકારની કોઈ પણ જાતની ઓથોરિટી વિના છેલ્લા બે માસથી જુના ચૂંટણી કાર્ડ પર નવા પીવીસી કાર્ડ બનાવતા હતા અને ગ્રાહકો પાસેથી ઉંચી કિંમત પણ વસુલતા હતા. પોલીસે દુકાન માંથી લેપટોપ, પ્રિન્ટર, કોરા પીવીસી કાર્ડ મળી ૮૩૫૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
First published: February 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर