ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાનાં 20 કિલોનાં 2000થી 2500 રૂપિયા ભાવ બોલાયા, ખેડૂતો ખુશ

ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાનાં 20 કિલોનાં 2000થી 2500 રૂપિયા ભાવ બોલાયા, ખેડૂતો ખુશ
ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળતા આનંદની લાગણી વ્યાપી છે.

ગત વર્ષ કરતા આ વર્ષે મરચાનાં ભાવમાં તેજી જોવા મળી રહી છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે.

  • Share this:
રાજકોટ : સુકા મરચાનાં હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં 25000 ભારી મરચાની આવક થવા પામી છે. 20 કીલોનાં ભાવ 2000થી 2500 સુધીનાં બોલાતા ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળતા આનંદની લાગણી વ્યાપી હતી. ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષે મરચાનાં ભાવમાં તેજી જોવા મળી રહી છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની વેરાયટીઓ 002, 035, રેવા, શાનીયા, વગેરેની આવક થઈ રહી છે. 10 ટકા જેટલી દેશી રેસમ પટ્ટાની પણ આવક થઈ છે. ગોંડલ તાલુકા વિસ્તારમાં આશરે 20 જેટલી વેરાયટીઓનું ઉત્પાદન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધારે ભારીઓનું વેચાણ થયેલ છે. રોજનું 2000થી 2500 ભારીનું વેચાણ થાય છે.આ પણ વાંચો : રાજકોટ : પરિણીતાને કામ માટે બોલાવીને ધાકધમકી આપીને સામૂહિક દુષ્કર્મ આચર્યું

ગોંડલનાં પ્રખ્યાત મરચા ખરીદવા માટે ગુજરાત બહારના અન્ય રાજયમાંથી ઘણા વેપારીભાઈઓ આવી રહ્યા છે. મરચાનાં પુરા ભાવ મેળવવા માટે ખેડુતભાઈઓને એક સાથે માલ ન મોકલવા તબકકાવાર થોડા થોડા પ્રમાણમાં માલ મોકલવા તથા માર્કેટ યાર્ડમાં મરચાનું વેચાણ કરવા યાર્ડના સત્તાધીશો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ વીડિયો પણ જુઓ : 
First published:March 02, 2020, 08:55 am