Home /News /kutchh-saurastra /

રાજકોટઃ નિવૃત્ત PSIના પુત્રએ દારૂના નશામાં મહિલાના ઘરમાં મચાવ્યો આતંક

રાજકોટઃ નિવૃત્ત PSIના પુત્રએ દારૂના નશામાં મહિલાના ઘરમાં મચાવ્યો આતંક

નશામાં ધૂત યુવકનો આતંક

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારુડિયાઓ દારૂ પીને નશાની હાલતમાં આતંક મચાવવાના કિસ્સાઓ છાસવારે બને છે.

    ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારુડિયાઓ દારૂ પીને નશાની હાલતમાં આતંક મચાવવાના કિસ્સાઓ છાસવારે બને છે. આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં બની છે. જ્યાં દારૂના નશામાં ધૂત યુવક મહિલાના ઘરમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો. જોકે, મહિલા અને તેના પતિએ શખ્શને પકડી રાખીને પોલીસ બોલાવી હતી. જોકે, પોલીસ સાથે પણ આ યુવકે ઝપાઝપી કરી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

    મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા બોર્ડિંગ પાછળની સોસાયટીના ઘરમાં શનિવારે રાતના સમયે દારૂના નશામાં ધૂત એક યુવક આવી પહોંચ્યો હતો. આ યુવકે દારૂના નશામાં પરીણિત મહિલા સાથે બોલાચાલી કરી હતી. તો મહિલા સાથે છેડતી પણ કરી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનાથી ગભરાયેલી મહિલા અને તેના પતિએ યુવકને પકડી રહ્યો હતો. અને પોલીસને જાણ કરી હતી. જેના પગલે પીસીઆર વાન સ્થળ ઉપર આવી પહોંચી હતી. મહિલા અને તેના પતિએ આ યુવકને પોલીસને સોંપ્યો હતો.

    વધુ મળતી માહિતી પ્રમાણે આ યુવકે પોલીસ કર્મચારીઓ સાથે પણ ઝપાઝપી કરી હતી અને ગાળો પણ ભાંડી હતી. નશામાં ધૂત યુવકે પોલીસ વાનનો કાચ તોડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવક નિવૃત્ત પીએસઆઈનો પુત્ર યોગેન્દ્ર હોવાનું ખુલ્યું હતું. પોલીસ યોગેન્દ્ર લઇને યુનિવર્સિટી પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. સાથે સાથે મહિલાએ યુવક વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Woman molestation, રાજકોટ

    આગામી સમાચાર