Home /News /kutchh-saurastra /

રાજકોટ : " તમે અમને બદનામ કેમ કરો છો " કહી લાચાર બે બહેનો પર ચાર શખ્શોએ કર્યો હુમલો

રાજકોટ : " તમે અમને બદનામ કેમ કરો છો " કહી લાચાર બે બહેનો પર ચાર શખ્શોએ કર્યો હુમલો

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન

rajkot crime news: રાજકોટ શહેરના (rajkot city news) પુષ્કરધામ પાસે આવેલા આવાસ યોજનાના ક્વાર્ટર્સમાં રહેતી યુવતી પર (drunk boys attack on girl) ચાર જેટલા શખ્સોએ નશાની હાલતમાં હુમલો કર્યો હતો.

રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot news) ફરી એક વખત આવારા તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના પુષ્કરધામ પાસે આવેલા આવાસ યોજનાના ક્વાર્ટર્સમાં રહેતી યુવતી પર (drunk boys attack on girl) ચાર જેટલા શખ્સોએ નશાની હાલતમાં હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે (police arrested accused) ગણતરીની કલાકોમાં ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતી બામણીયા, કોમલ બામણીયા તેમજ તે પોતાની બહેનપણી જેની અને અંજલિ સાથે કોર્ટમાં ભાડે રહે છે. ત્યારે ગુરુવારની રાત્રે 11 વાગ્યે સાહિલ નામના શખ્સે ઘરે આવી માથાકૂટ કરી હતી. તેમજ ઘરનો દરવાજો ખખડાવી પાટા મારી તમે કેમ અમને ખોટી રીતે બદનામ કરો છો તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો.

ત્યારબાદ તે થોડીક વાર માટે જતો રહ્યો હતો અને ફરીથી તેના મિત્રો શાહરૂખ, ધર્મેન્દ્ર, હર્ષદ સહિતના સાથે ધસી આવ્યો હતો. તમામ શખ્સો કવાર્ટરમા રહેતા હોવાથી અમે તેમને ઓળખીએ છીએ. તમામ શખ્સોએ ઘરે આવી અમારા બધાની સાથે માથાકૂટ કરી ઝપાઝપી શરૂ કરી ટીકા પાર્ટીનો માર માર્યો હતો.

આ પણ વાંચોઃ-બોલિવૂડથી લઇ રાજકોટ સુધી નશાનો કાળો કારોબાર, પીડિત માતાએ વર્ણવી પુત્રની દર્દભરી કહાની

આ દરમિયાન શાહરૂખે સાહિલનું ઉપરાણું લઇ તેના હાથમાં રહેલી ફરીથી એક ગામ મારી બહેન કોમલ ના પેટના ભાગે તેમજ બીજો ઘા સાથળના ભાગે મારી દીધો હતો. સમગ્ર મામલે દેકારો થતાં મારા માસીનો દીકરો રાહુલ ચાંડપા, પ્રદીપ ચાવડા પણ દોડી આવ્યા હતા. તેઓ પણ તમને બચાવવા વચ્ચે પડતાં શાહરૂખે મારા ભાઈ પ્રદીપને પણ છરીથી ડાબી આંખ પાસે ઈજા કરી હતી.

આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

જ્યારે કે મહેન્દ્ર હર્ષદ અને સાહિલ પાસે ધોકા હોય તેનાથી તેઓએ અમારી ઉપર હુમલો કર્યો હતો. તેમજ અમારી જ્ઞાતિ વિશે ઘસાતું બોલી અમને અપમાનિત પણ કરી હતી. તેમજ તમે અહીં હવે કેવી રીતે રહો છો એ જોઇ લેશું તેમ કહી ધમાલ પણ મજા આવી હતી. ત્યારબાદ રાહુલભાઈએ પોલીસને ફોન કરતા પોલીસની કાર આવતા ચારેય ભાગી ગયા હતા જ્યારે કે મારી બહેન કોમલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ઓનલાઈન રમી રમનાર સાવધાન! દેવું વધી જતાં મિત્રો સાથે મળી બનાવ્યો લૂંટનો પ્લાન, ત્રણ ઝડપાયા

સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 324, 323, 504, 114, 135 (1) તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  પોલીસની તપાસમાં કોમલ અને ભારતી બંને બહેનો ક્રિસ્ટલ મોલમાં નોકરી કરે છે. બંને બહેનોના પિતા હયાત નથી તેમ જ માતા કંચનબેન ગામડે રહી ખેત મજૂરી કરે છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati News News, Rajkot crime news, Rajkot News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन