રાજકોટનો આજી અને ન્યારી 2 ડેમ સતત ત્રીજા દિવસે છલકાયો, જોઇલો આકાશી નજારો

News18 Gujarati
Updated: July 9, 2020, 10:47 AM IST
રાજકોટનો આજી અને ન્યારી 2 ડેમ સતત ત્રીજા દિવસે છલકાયો, જોઇલો આકાશી નજારો
ડેમ ઓવર ફ્લો થયા તે બાદનાં આ બંન્ને ડેમનાં આકાશી દ્રશ્યો સામે આવ્યાં છે,

ડેમ ઓવર ફ્લો થયા તે બાદનાં આ બંન્ને ડેમનાં આકાશી દ્રશ્યો સામે આવ્યાં છે,

  • Share this:
રાજકોટ : સમગ્રમાં સૌરાષ્ટ્રમાં  (Saurastra) અનરાધાર વરસાદ (Monsoon) વરસ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનાં 13 જેટલા ડેમ ઓવરફ્લો (Dam overflow) થઇ ગયા છે. આ સાથે રાજકોટનાં ન્યારી 2 ડેમ (Nyari 2 Dam) અને આજી ડેમ (Aji Dam) પણ સતત ત્રીજા દિવસે ઓવરફ્લો થયો છે. ડેમ ઓવર ફ્લો થયા તે બાદનાં આ બંન્ને ડેમનાં આકાશી દ્રશ્યો (Drone visuals) સામે આવ્યાં છે, જે ઘણાં જ મનભાવન છે.

રાજકોટ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વર્તુ-2ના 16 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા છે. વર્તુ-2 સાઈટના ઉપરવાસમાં અતિભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના કારણે તંત્રએ લોકોને અપીલ કરી છે કે, પોરબંદર તાલુકાના ભોમીયાવદર, ફટાણા, ઈશ્વરીયા, મોરાણા, મીયાણી, પારાવાડા, શીંગડા, સોઢાણા નીચાણવાળા ગામ લોકોએ નદીના પટમાં અવર-જવર કરવી નહીં. પાલતું પશુઓને કે વાહનોને નદીના પ્રવાહમાંથી પસાર કરવા નહીં તથા જોખમી પ્રયાસ ન કરવો.


 

રાણા ખીરસરા ડેમના આઠ દરવાજા ખોલાયા

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખીરસરા ગામે મીણસાર નદી પર આવેલ રાણા ખીરસરા ડેમના આઠ દરવાજા 8.23 મીટર ખોલવામાં આવ્યા છે. ખીરસરા ડેમ સાઈટના ઉપરવાસમાં અતિભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી રાણાવાવ તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ખીરસરા, વાડોત્રા, કંડોરણા, ખીજદડ, ઠોયાણા, ભોડદર, મહીરા, નેરાણા, જાંબુ, કેરાળા, પાદરડી, બાપોદર ગામ લોકોએ નદીના પટમાં અવર-જવર કરવી નહીં. પાલતું પશુઓ કે વાહનોને નદીના પ્રવાહમાંથી પસાર ન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.આ પણ વાંચો - 'અમે ક્રાઇમ બ્રાંચમાંથી છીએ' નકલી પોલીસે મહિલાને ધમકાવી એક લાખ રૂપિયા અને દાગીના પડાવ્યા

બિલેશ્વર ગામ પાસે આવેલ ફોદાળા ડેમ ઓવરફલો

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ પાસે આવેલ ફોદાળા ડેમ ઓવરફલો થયેલ છે અને ટૂંક સમયમાં જ તેની મહત્તમ સપાટી પર પહોંચવાની પૂરી શક્યતા છે. જેથી રાણાવાવ તાલુકાના બિલેશ્વર, હનુમાનગઢ, ખીરસરા, વાળોત્રા, કંડોરણા ગામોને જિલ્લાતંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા છે.

આ પણ વાંચો- સુરતમાં કોરોનાએ વધુ એક રત્નકલાકારનો લીધો ભોગ, આર્થિક ભીંસના કારણે ટૂંકાવ્યું જીવન
Published by: Kaushal Pancholi
First published: July 9, 2020, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading