Home /News /kutchh-saurastra /

App ડાઉનલોડ કરો, શહેરને સ્વચ્છ રાખો! 1.4 લાખ સ્વચ્છતા એપ ડાઉનલોડ થઇ

App ડાઉનલોડ કરો, શહેરને સ્વચ્છ રાખો! 1.4 લાખ સ્વચ્છતા એપ ડાઉનલોડ થઇ

પ્રતિકાત્મક તસવીર

સ્વછતા એપ ડાઉનલોડ કરવાનો ફાયદો એ છે કે, ઓનલાઈન ફરિયાદ કરી શકે અને તેનો સત્વરે ઉકેલ લાવી શકાય છે

    રાજકોટમાં 1.4 લાખ લોકોએ સ્વચ્છતા એપ ( Swachhata-MoHUA ) ડાઉનલોડ કરી છે અને તેનો ઉપયોગ થઇ રહ્યો તેમ રાજકોટ મહાનગરપાલિકાએ જણાવ્યું છે. આ એપમાં લોકો ફરિયાદ પણ કરે છે અને ફિડબેક પણ આપે છે.
    રાજકોટ મહાનગરપાલિકાએ શહેરીજનોને અપીલ કરી છે કે, સૌ રાજકોટવાસીઓએ સાથે મળીને આ બાબતમાં હજુ વધુને વધુ એપ ડાઉનલોડ કરે અને ફીડબેક આપે જેનાથી રાજકોટ મહાનગરપાલિકા વધુ સારી રીતે સ્વચ્છતાને લગતા પ્રશ્નોનો નિકાલ કરી શકે. જેમાં વહીવટી તંત્ર અને નાગરિકો એકબીજાને સહયોગ આપશે તો શહેરમાં ચોક્કસપણે નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવો વિશ્વાસ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વ્યક્ત કર્યો હતો.

    તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, આ મોબાઈલ એપ કેટલી ઉપયોગી છે તે સૌએ જાણવું જોઈએ અને જે લોકોને આ એપ વિશે માહિતી નથી તેઓને તેનાથી વાકેફ કરવા જોઈએ અને તેઓ એપ ડાઉનલોડ કરી તેનો ખરા અર્થમાં ઉપયોગ કરે તે માટે પ્રેરવા જોઈએ.

    સ્વછતા એપ ડાઉનલોડ કરવાનો ફાયદો એ છે કે, ઓનલાઈન ફરિયાદ કરી શકે અને તેનો સત્વરે ઉકેલ લાવી શકાય છે. સ્વછતા એપ મારફત થતી ફરિયાદ નોંધણી માટે એક નેશનલ સિસ્ટમ બનાવવામાં આવેલ છે અને આપના ફીડબેક મારફત મહાનગરપાલિકા આ એપ પર નોંધાતી ફરિયાદોનો પણ ઝડપથી નિકાલ કરે છે.”

    મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરની જાહેર જનતાને એક અપીલ કરતા એમ કહ્યું હતું કે, સ્વછતાની બાબતમાં લોકો વધુ ને વધુ જાગૃત થાય અને ગંદકી કચરો અંગેની ફરિયાદ નોંધાવવાની બાબતમાં થયેલા ટેકનોલોજિકલ આવિષ્કારનો તેઓ મહત્તમ લાભ ઉઠાવે તે આજના સમયની માંગ છે. આ માટે "સ્વછતા એપ" ( Swachhata-MoHUA ) ખુબ જ ઉપયોગી પૂરવાર થાય છે. લોકો પોતાના મોબાઈલ ફોનમાં "પ્લે સ્ટોર"માં જઈને ડાઉનલોડ કર્યા બાદ શહેરમાં જો ક્યાય કચરો કે ગંદકી દેખાય તો તેનો ફોટો પાડી "સ્વછતા એપ" ઉપર અપલોડ કરવાથી ૨૪ થી ૪૮ કલાકમાં મહાનગરપાલિકા દ્વારા આપે કરેલી ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે. અપલોડ કરાયેલી ફરિયાદનો નિકાલ થયા બાદ લોકો મહાનગરપાલિકાના કાર્ય બાબતે સારો ફીડબેક પણ આપે તે જરૂરી છે. લોકોએ આ તમામ પ્રક્રિયા તેમના મોબાઈલ ફોન મારફત જ કરવાની થાય છે."
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Clean India, Download, Solid waste, રાજકોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन