આનંદો : રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે વધારે ખેડૂતોને બોલાવાશે

News18 Gujarati
Updated: December 11, 2019, 4:04 PM IST
આનંદો : રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે વધારે ખેડૂતોને બોલાવાશે
ફાઇલ તસવીર

અંદાજ પ્રમાણે અત્યાર સુધી 1.20 લાખ મેટ્રિક ટનના ટાર્ગેટ સામે 17,000 મેટ્રિક ટન મગફળીની જ ખરીદી જ થઈ છે.

  • Share this:
રાજકોટ : ટેકાના ભાવે મગફળી ખરીદીની મામલે યોજાયેલી રિવ્યૂ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે દરરોજ મગફળીની ખરીદી માટે 850 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવતા હતા. હવે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન 1500થી 1600 ખેડૂતોને બોલાવવામાં આવશે. રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ધીમી ગતિમાં ચાલતી હોવાની ફરિયાદો બાદ આખરે તંત્ર જાગ્યું છે. ગઈકાલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી રિવ્યૂ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજ સુધી દરરોજ જેટલા ખેડૂતોને મેસેજ કરી મગફળી વેચાણ માટે બોલાવવામાં આવતા હતા તેનાથી ડબલ ખેડૂતોને મગફળી વેચાણ માટે બોલાવવાનો નિર્ણય કરવામાં આવતા ખેડૂતો ખુશ થયા છે.

આ વખતે સૌરાષ્ટ્રમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થયું છે. જેના કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સૌથી વધુ મગફળી વેચવા આવી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા પણ શરૂ થઈ હતી. જેમાં રાજકોટ જિલ્લાના 82,500 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધી રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે અલગ અલગ તાલુકા મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો, ભાવમાં 50% સુધી ઘટાડો

ગઈકાલે રાજકોટ જિલ્લા કલેકટર અધ્યક્ષતામાં મગફળી ખરીદીની પ્રક્રિયા બાબતે રીવ્યૂ બેઠક યોજવામાં આવી હતી. જેમાં મગફળી ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી હતી. અત્યાર સુધી રાજકોટ જિલ્લાના 82,500 ખેડૂતો સામે 10,500 ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. અંદાજ પ્રમાણે 1.20 લાખ મેટ્રિક ટનના ટાર્ગેટ સામે 17,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી જ થઈ છે.

એક તરફ શિયાળું પાકના વાવેતરની સિઝન ચાલી રહી છે, સાથે લગ્નની સિઝન પણ ચાલી રહી છે ત્યારે ખેડૂતો પોતાની મગફળીના રોકડા રૂપિયા મળે તેવી આશા રાખતા હોય છે. પરંતુ ખરીદીની પ્રક્રિયા જ ધીમી ચાલતી હોય તો નોંધણી કરાવનાર ખેડૂતોએ ખૂબ રાહ જોવી પડી રહી છે. પરંતુ ગઇકાલના તંત્રના નિર્ણયથી ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે.
First published: December 11, 2019, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading