રાજકોટઃ 'તું કેવા કાળા કામ કરે છે તેની મને ખબર છે', સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઉંદર મારવાની દવા પીધી

રાજકોટઃ 'તું કેવા કાળા કામ કરે છે તેની મને ખબર છે', સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઉંદર મારવાની દવા પીધી
પ્રતિકાત્મક તસવીર

મારા સાસુએ મારા પતિની હાજરીમાં કહ્યું હતું કે ઘરનું બધું કામ મારે જ કરવું પડે છે તારી પત્ની તો મહારાણીની જેમ ઘરમાં રાજ કરે છે.

  • Share this:
રાજકોટ: શહેરના મહિલા પોલીસ મથકમાં (woman police station) વધુ એક પરિણીતાએ પોતાના સાસરિયા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ (domestic violence) તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિએ તેને કહ્યું હતું કે, તું મારા ઘરમાં જોઈએ જ નહીં તેમ કહી મને ઘરમાંથી કાઢી મુકી હતી. તો કડવાં વેણથી કંટાળીને હું ઉંદર મારવાની દવા પણ ગટગટાવી ગઈ હતી.

રાજકોટ શહેરના હનુમાન મઢી ચોક વિસ્તારમાં રહેતી કામીની નામની મહિલાએ (નામ બદલાવેલ છે) પોતાના ભાવનગરમાં રહેતા સાસુ-સસરા તેમજ પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ મથકમાં પરિણીતાના પતિ નિલેશભાઈ સાસુ ભારતીબેન સસરા ધનજીભાઈ વિરુદ્ધ આઈપીસીની કલમ 498 (ક), 323, 504, 114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.કામિનીએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ હું મારા સાસુ-સસરા પતિ તેમજ દિયર સાથે સંયુક્ત કુટુંબમાં લગ્ન બાદ ભાવનગર રહેતી હતી. લગ્નના એકાદ વર્ષ બાદ મારા સાસુ તેમજ મારા સસરાએ મારા પતિને મારા વિરુદ્ધ ચઢવણી કરતાં કહ્યું હતું કે, તારી પત્ની ઘરમાં મર્યાદા રાખતી નથી. જેમ ફાવે તેમ અમારા વિરુદ્ધ બોલે છે. તેને ઘરનું કોઈ કામ સરખું કરતાં આવડતું નથી. મારા સાસુ સસરાએ મારા વિરુદ્ધ મારા પતિને કરેલી ફરિયાદથી મારો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને મને અપશબ્દ આપતા મારકૂટ કરવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ-

આજથી એકાદ વર્ષ પહેલા સાસરીયે વહેલી સવારમાં પાણી આવ્યું હતું ત્યારે મારી તબિયત સારી ન હોવાથી હું પાણી ભરવા ઉઠી નહોતી. જેના કારણે મારા સાસુએ મારા પતિની હાજરીમાં કહ્યું હતું કે ઘરનું બધું કામ મારે જ કરવું પડે છે તારી પત્ની તો મહારાણીની જેમ ઘરમાં રાજ કરે છે. ત્યારે મારા બચાવમાં મેં મારા પતિને કહ્યું હતું કે આજે મારી તબિયત સારી ન હોવાના કારણે હું નહોતી ઉઠી શકી નહિતર રોજ હું ઊઠીને પાણી ભરી લઉં છું.

આ પણ વાંચોઃ-

ત્યારે મારો પતિ ઉશ્કેરાઈ જઈ મને બેફામ ગાળો આપી હતી સાથે જ ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. તેમજ મને કહ્યું હતું કે હવે તું તો આ ઘરમાં જોઈએ જ નહીં તેમ કહી મને ઘરમાંથી કાઢી મુકી હતી તેથી હું રાજકોટ મારા માસીના ઘરે રહેવા આવી ગઈ હતી. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, માસીના ઘરે આવી ગયા બાદ મેં એક વર્ષ સુધી ફોન દ્વારા મારા પતિને મનાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તેઓ મને તેડવા આવ્યા નહીં.બીજી તરફ મારા પતિ મને સતત કહી રહ્યા હતા કે મારે તારી સાથે જિંદગી વિતાવી જ નથી. તો સાથે જ મને ફોનમાં કહેતા હતા કે તું તારા માસી ને ત્યાં રહી કેવા કાળા કામ કરે છે તેની મને ખબર છે. આમ મારા ચારિત્ર્ય ઉપર પણ ઘર છોડ્યા બાદ મારા પતિ શંકા કરી રહ્યા છે.  ત્યારે આખરે કંટાળીને ઘરે એકલી હતી ત્યારે મેં ઉંદર મારવાની દવા પી લીધી હતી. જેના કારણે મને ઝેરી અસર થતા મારા માસી તથા મારા માસાએ અને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
Published by:ankit patel
First published:February 07, 2021, 21:59 pm

ટૉપ ન્યૂઝ