'સસ્તા ભાવે ડોલર આપવાના છે': જસદણમાં લોકોને કાગળનું બંડલ પધરાવવા નીકળેલા ત્રણ શખ્સો ઝડપાયા


Updated: June 6, 2020, 11:07 PM IST
'સસ્તા ભાવે ડોલર આપવાના છે': જસદણમાં લોકોને કાગળનું બંડલ પધરાવવા નીકળેલા ત્રણ શખ્સો ઝડપાયા
પકડાયેલા આરોપીઓની તસવીર

આ તમામ શખ્સો લોકોને સસ્તા ભાવમાં ડોલર આપવાની લાલચ આપવાના હતા. જેમાં ડોલરની થપ્પીમાં ફક્ત પહેલી જ નોટ ડોલરની રાખી હતી.

  • Share this:
રાજકોટઃ એક તરફ કોરોનાની (corona pandemic) મહામારી પુરી નથી થઈ અને લોકો હજી પણ મંદીના માહોલનો સામનો કરી રહ્યા છે. લોકડાઉન (lockdown) સમયમાં સુધી ધંધો રોજગાર બંધ હતા ત્યારે લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવા સમયે લોકોને છેતરતા ત્રણ વ્યક્તીની રાજકોટ ગ્રામ્ય એલસીબી (Rajkot Rural LCB) પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ ગિરફતમાં બેઠેલા ત્રણ શકશો લોકો સાથે અલગ રીતે છેતરપિંડી (Fraud) કરી રહ્યા હતા. પોલીસે નરેશ ભોજવીયા, અમૃત રાજપરા, અને રાજુ સાથળીયાની ધરપકડ કરી છે. અને હજી વિજય મકવાણાની ધરપકડ કરવાની બાકી છે. આ ચારેય શકશો અમેરિકા ની કરન્સી ડોલર વેચવા નીકળ્યા હતા. આ તમામ શખ્સો લોકોને સસ્તા ભાવમાં ડોલર આપવાની લાલચ આપવાના હતા. જેમાં ડોલરની થપ્પીમાં ફક્ત પહેલી જ નોટ ડોલરની રાખી હતી અને બાકી ડોલરના સાઈઝના કાગળની થપ્પી રાખવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-ગ્રાહકોને આવકારવા મોલ્સ આતૂર! અમદાવાદમાં શોપિંગ મોલમાં આવી છે તૈયારીઓ, પોલીસે આપ્યું માર્ગદર્શન

લોકો સાથે સસ્તા ભાવે ડોલર આરવાની લાલચે છેતરપિંડી કરવાની ફિરાકમાં હતા. તેવા સમયે પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ શકશો દ્વારા અગાવ પણ આ રીતે સસ્તા ડોલરના નામે છેતરપીંડી કરી હતી.

આ પણ વાંચોઃ-પ્લાનિંગ ઉપર પાણી ફરી વળ્યું! અમદાવાદમાં અદાવતમાં હત્યા કરે તે પહેલા ATSએ બે આરોપીને દબોચ્યા

આ પણ વાંચોઃ-મોટી ભેંટ! સુરતમાં 34 કરોડના ખર્ચે 2 હજાર સીટનો દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ઓડિટોરિયમ બનશેરાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આરોપીઓને પકડી જસદણ પોલીસને સોંપ્યા છે. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે સસ્તા ડોલરના નામે કોઈ લોકો છેતરાયા હોઈ તો તાત્કાલિક પોલીસને જાણ કરે. હાલ તો પોલીસે સસ્તા ભાવે ડોલર વેચવાના માસ્ટર પ્લાન પર પાણી ફેરવી દીધું છે અને આરોપીઓને પણ પકડી પાડ્યા છે ત્યારે લોકોએ પણ આવા લોકોથી સાવચેત રહેવું જોઈએ અને કોઈ લાલચમાં પણ આવવું ન જોઈએ.
First published: June 6, 2020, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading