રાજકોટ: શહેરમાં વધુ એક વ્યક્તિએ ગ્રુહ કંકાસથી કંટાળીને આપઘાત (suicide) કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. મૂળ રાજુલાના (Rajula) વતની અને હાલ રાજકોટ શહેરના (Rajkot city) વિરાણી ચોકમાં શ્રી હરિ એપાર્ટમેન્ટ માં રૂમ ભાડે રાખી મિત્રો સાથે રહેતા ગોપાલ ભાસ્કરભાઈ પટણી નામના યુવાને ઝેરી દવા પી (drunk poison) આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ એ ડિવિઝન પોલીસને થતા એ ડિવિઝન પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તો સાથે જ મૃતકના મિત્રોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં ગોપાલ એક ભાઇ અને એક બહેનમાં મોટો હતો. રાજકોટની પ્રાઇવેટ કંપનીમાં તે નોકરી કરતો હતો. તો સાથે જ તેના પિતા ડેન્ટિસ્ટ હોવાનું પણ માલૂમ પડ્યું હતું. ગોપાલ ને પૈસા કે કોઈ ચિંતા નહોતી તેવું તેના મિત્રોનું કહેવું છે.
ગત શનિવારે રજા હોવાથી ગોપાલ પોતાના રૂમને એકલો હતો જ્યારે કે અન્ય મિત્રો નોકરી પરથી સીધા પોતાના વતન ઘરે ગયા હતા. રાત્રિના એક મિત્ર ફ્લેટ પર આવ્યો હતો. ત્યારે તેણે રુમનો દરવાજો ખખડાવ્યો હતો.
પરંતુ અંદરથી કોઈ રૂમનો દરવાજો ન ખોલતાં એપાર્ટમેન્ટના રહેવાસીઓ એકઠા થયા હતા. ત્યારે એકઠા થયેલા લોકોએ રૂમનો દરવાજો તોડતા ગોપાલ બેભાન હાલતમાં પડયો હતો. જેને હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલ હાજર રહેલા તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
પુત્રના આપઘાતની માહિતી મળતા તેના પરિવારના સભ્યો પણ રાજકોટ દોડી આવ્યા હતા. તો બીજી તરફ યુવાને સુસાઇડ નોટમાં કંકાસથી કંટાળી માનસિક ચિંતાના કારણે આ પગલું ભરી લીધાનું પણ તેમાં ઉલ્લેખ કર્યો છે.
ત્યારે યુવાનનો મૃતદેહ તેના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જોતા પરિવારજનોમાં આક્રંદની લાગણી વ્યાપી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર તેમજ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાની અંદર ઘર કંકાસ ના કારણે ત્રણ જેટલા લોકોએ મોતને વહાલું કર્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર