Home /News /kutchh-saurastra /

રાજકોટ : તબીબ-બ્યુટિશિયન પરિણીતાએ આપઘાત કર્યો, કારણ અકબંધ

રાજકોટ : તબીબ-બ્યુટિશિયન પરિણીતાએ આપઘાત કર્યો, કારણ અકબંધ

પૂજાની ફાઇલ તસવીર ( તસવીર સભાર ફેસબુક)

પૂજાએ ચાઈનામાં એમબીબીએસની ડિગ્રી મેળવ્યા બાદ બોલીવૂડ ઈન્ટરનેશનલમાં મેકઅપ આર્ટીસ્ટનો અભ્યાસ કર્યો હતો.

    ન્યૂઝ18 ગુજરાતી : રાજકોટમાં મહિલા તબીબ અને બ્યુટીશીયને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. 27 વર્ષની પૂજા વિનીત બેડિયા પોતાનાં પિયર આવી હતી અને ત્યાંજ આ અંતિમ પગલું ભર્યું છે. કયા કારણોસર આત્મહત્યા કરી છે તેની જાણ હજી થઇ નથી. હાલ માલવીયાનગર પોલીસે મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

    બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી

    આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં કાલાવડ રોડ પર આવેલા બીગબજાર પાછળ જગન્નાથ પ્લોટમાં રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટમાં પૂજા તેના પતિ સાથે રહેતી હતી. ગઇકાલે જાનકી પાર્કમાં રહેતા પિતા જીતુભાઈ પટેલના ઘેર આવી હતી. સોમવારે વહેલી સવારે તે બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. સારવાર માટે તેને કુવાડવા રોડ પરથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પૂજાના જમણા હાથમાં ઈન્જેકશનના નિશાન જોવા મળ્યાં હતા. ફોરેન્સીક નિષ્ણાંતો દ્વારા ડો. પૂજાએ ઝેરી દવા પી આ પગલું ભરી હોવાનું અનુમાન લગાવતા તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારજનોના નિવેદન લેતાં મહિલા તબીબે માનસિક રીતે ભાંગી ગયા હોવાથી આ પગલું ભર્યાની પોલીસે અટકળ વ્યક્ત કરી હતી. જોકે કોઈ ચોક્કસ કારણ જણાઈ આવ્યું નહોતું.

    આ પણ વાંચો : 'અમારા જીવનને બરબાદ કરવામાં પરિવારના પ્રિયજનોનો જ હાથ છે'

    ચાઇનામાં એમબીબીએસની ડિગ્રી મેળવી હતી

    પૂજાએ ચાઈનામાં એમબીબીએસની ડિગ્રી મેળવ્યા બાદ બોલીવૂડ ઈન્ટરનેશનલમાં મેકઅપ આર્ટીસ્ટનો અભ્યાસ કર્યો હતો. જે બાદ તે છેલ્લા ત્રણ વર્ષથી પતિ સાથે ફેક્ટરી પણ સંભાળતા અને કાલાવડ રોડ પર બ્યુટી પાર્લર પણ ચલાવતા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: આત્મહત્યા, ગુજરાત, ડોક્ટર, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन