Home /News /kutchh-saurastra /

રાજકોટ : શું વર્ષ 2009માં ભાજપના પાટીદાર ઉમેદવારને હરાવવા મેદાને ઉતર્યા હતા નરેશ પટેલ?

રાજકોટ : શું વર્ષ 2009માં ભાજપના પાટીદાર ઉમેદવારને હરાવવા મેદાને ઉતર્યા હતા નરેશ પટેલ?

નરેશ પટેલ વાયરલ ફોટો

Rajkot News: નરેશ પટેલ સક્રિય રાજકારણમાં (Politics) પ્રવેશ કર્યા બાદ તેઓ કઈ રાજકીય પાર્ટી (Political Party) સાથે જોડાશે તે મામલે પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

રાજકોટઃ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ (khodaldham president Naresh Patel) સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ? સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ તેઓ કઈ રાજકીય પાર્ટી (Political Party) સાથે જોડાશે તે મામલે પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ખુદ નરેશ પટેલ (Naresh Patel) પણ પહેલા સમાજ ત્યારબાદ સમય અને સર્વેનું બહાનું આગળ ધરી એપ્રિલના બીજા અઠવાડિયાના અંતમાં અથવા તો ત્રીજા અઠવાડિયામાં પોતાનો નિર્ણય જાહેર કરશે તેવું ગત સપ્તાહે જણાવી ચૂક્યા છે.

ગત સપ્તાહે મીડિયા સાથે વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે ખોડલધામની એક સમિતિ હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં સર્વે કરી રહી છે. સર્વે અંતર્ગત લોકોને પૂછવામાં આવી રહ્યું છે કે નરેશભાઈ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ કે કેમ? રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ તો કઈ પાર્ટી માં પ્રવેશ કરવો જોઈએ આ તમામ બાબત આ અંગે લોકોની પ્રતિક્રિયા મેળવવામાં આવી રહી છે. સમિતિનો રિપોર્ટ શું આવે છે તે તો આગામી દિવસોમાં જ જાણી શકાશે.

પરંતુ આ તમામ ની વચ્ચે નરેશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર નો પ્રચાર કરી રહ્યા હોય તે પ્રકારના ફોટા વાઇરલ થયા છે. વર્ષ 2009ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે એક પાટીદાર ચહેરાને આગળ કર્યો હતો. જ્યારે કે કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવાર તરીકે એક કોળી સમાજ ના ચહેરા ને આગળ કર્યો હતો. વર્ષ 2009માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરણભાઈ વાલજીભાઇ ભાલોડીયાને ( પટેલ ) 2,82,818 મત મળ્યા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીત સ્ત્રીના પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન, માસૂમ બાળકનું અપહરણ કરનાર પ્રેમી ઝડપાયો

જ્યારે કે, કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી ભાઈ મોહનભાઈ બાવળિયાને 307553 મત મળ્યા હતા. આમ, વર્ષોથી ભાજપ પાસે રહેલી રાજકોટ લોકસભાની સીટ કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ 24,735 મતોથી ભાજપ પાસેથી ઝૂંટવી હતી. ઉલ્લેખનીય છે કે 1989 થી આ સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતતા આવ્યા હતા.

આ પણ વાંચોઃ-Ahmedabad: તું હજી નાની છું, હાલ અમારે કોઈ છોકરાની જરૂર નથી... કહીને પ્રેગ્નન્સી કઢાવી દીધી

વર્ષ 2009ની ચૂંટણીમાં એક તરફથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે પાટીદાર ચહેરાને આગળ ધપાવ્યો હતો. ત્યારે નરેશ પટેલ કોંગ્રેસ તરફથી મેદાને ઉતારવામાં આવેલ કોળી ચહેરાને આગળ ધપાવવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. ખુદ નરેશ પટેલ ઉમેદવારના પ્રચાર પ્રસાર માટે ખુલ્લી જીપમાં બેસીને નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ખુલ્લી જીપમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે જીન્નત અમાન પણ સવાર હતા.

આમ, નરેશ પટેલ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હોય તે બાબતનો વધુ એક પુરાવો હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલ અને તેમનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે તેવા સવાલો અનેક વખત તેમની સામે થયા છે. જેના જવાબમાં થોડા સમય પૂર્વે નરેશ પટેલે જણાવ્યું હતું કે, આજથી ત્રણ દાયકા પૂર્વે તમામ લોકોની માનસિકતા અને વિચારધારા મોટાભાગે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલી હતી.
Published by:ankit patel
First published:

Tags: Gujarat Politics, Gujarati news, Rajkot News

આગામી સમાચાર