Home /News /kutchh-saurastra /

Rajkot news: ધોરાજીના સૂપેડી ઝાંઝમેર વચ્ચે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, રવિ, ભૂરિયો, દીપો સહિત ચાર ઝડપાયા

Rajkot news: ધોરાજીના સૂપેડી ઝાંઝમેર વચ્ચે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, રવિ, ભૂરિયો, દીપો સહિત ચાર ઝડપાયા

ધોરાજી પોલીસ સ્ટેશનની તસવીર

dhoraji crime news: ઝાંઝમેર અને સુપેડી ગામ વચ્ચે બે વ્યક્તિઓએ તેમને પાછળથી મારી અને તેમની પાસે રહેલ ઠેલામા રાખેલ સોના-ચાંદીના દાગીના (Gold-silver jewelry) તથા રોકડ રૂપીયાની લુંટ (loots) ચલાવીને નાસી છુટ્યા હતા.

  મુનાફ બકાલી, રાજકોટઃ રાજકોટના (Rajkot news) ધોરાજીમાં (dhoraji) એક સોની વ્યાપારીને રસ્તા વચ્ચે લૂંટી (loot) લેવાની એક ઘટના સામે આવી હતી. ત્યારે આ લૂંટની ઘટના બાદ ધોરાજી પોલીસ (dhoraji police) તેમજ રૂરલ એલ.સી.બી. ની ટીમે (rural lcb team) સાથે મળીને લૂંટ કરનાર લૂંટારાઓને ગણત્રીની કલાકોમાં જ ઝડપી પડ્યા છે.

  રાજકોટમાં ધોરાજીના ઝાંઝમેર ગામે સોનીની દુકાન ધરાવતા મૂળ ઉપલેટાના સોની વ્યાપારી અને ઝાંઝમેર ગામમા સોનીની દુકાન ધરાવતા રમેશભાઇ અમૃતલાલ જોગીયા ઝાંઝમેર ગામે આવેલ પોતાની દુકાન બંધ કરી સાંજના સાડા પાંચ વાગ્યે ઝાંઝમેરથી ઉપલેટા તેમના ઘરે પોતાના એકટીવા મોટરસાયકલમાં જતા હતા ત્યારે ઝાંઝમેર અને સુપેડી ગામ વચ્ચે બે વ્યક્તિઓએ તેમને પાછળથી મારી અને તેમની પાસે રહેલ ઠેલામા રાખેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની લુંટ ચલાવીને નાસી છુટ્યા હતા.

  આ લૂંટની ઘટના બન્યા બાદ સોની વ્યાપારીએ સમગ્ર ઘટના બાબતે પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યારે ધોરાજી પોલીસે લૂંટની ઘટના બાદ તાત્કાલિક અસરથી પ્રથમ આસપાસના તમામ વિસ્તારોમાં નાકાબંધી કરી અને લૂંટારાઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે કઈ રીતે આ બનાવ બન્યો તે સાંભળીયે ખુદ ભોગ બનનાર ઉપલેટાના સોની વ્યાપારી પાસેથી.

  આ પણ વાંચોઃ-surat crime news: રાંદેરમાં સાળીએ પ્રેમી સાથે મળી બનેવી ઉપર કર્યો જીવલેણ હુમલો, cctv video viral

  ધોરાજીના સુપેડી અને ઝાંઝમેર વચ્ચે આવેલ મંગલેશ્વર મંદિર પાસે આવેલ પુલ પાસે લૂંટની ઘટના બાદ પોલીસે લૂંટ કરનારા લૂંટારાઓને ઝડપવા માટે રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષકની સુચનાથી સ્થાનિક પોલીસ તેમજ રાજકોટ રૂરલ એલ.સી.બી. ની અલગ-અલગ ટીમો બનાવી લૂંટારાઓને ઝડપવા માટે પ્રથમ તાત્કાલિક અસરથી નાકાબંધી કરી ચક્રો ગતિમાન કર્યા હતા અને અંતે ગણતરીની કલાકોમાં પોલીસે લુંટારાઓ અને તેમના સાથીઓને ઝડપી લીધા હતા.

  સોની વેપારી ઝાંઝમેરથી ઉપલેટા જતા હતા ત્યારે રસ્તામાં તેમનો પીછો કરીને માથાના પાછળના ભાગે હાથથી થપ્પડ મારતા સોની વેપારી એકટીવા મોટરસાયકલ સાથે પડી ગયા હતા ત્યારે આ લૂંટારાઓએ મરચાની ભૂકી છાંટી અને સોની વેપારી પાસેથી તેમનો થેલો ઝૂંટવી લઈ અને નાસી ગયા હતા જે બાદ લૂંટારાઓ ઝાંઝમેર ગામની વાડીમાં ઝુંપડા પાસેના ખરાબામાં ભેગા થવાના હોય તેવી બાતમીના આધારે ચારેય વ્યક્તિઓને પોલીસે દબોચી લીધા હતા.

  આ પણ વાંચોઃ-Ahmedabad: પોલીસે બે ચોર મિત્રોને પકડ્યા, ચોરી કરવાની રીત જાણીને પોલીસ પણ માથુ ખંજવાળવા લાગી

  રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચન અનુસાર સ્થાનિક પોલીસ અને રૂરલ એલસીબી ટીમની મદદથી લૂંટની ઘટનામાં રોકડ રકમ અને દાગીનાઓ સહીત રૂપિયા 75,440/- નો મુદામાલ કબજે કરો અને મૂળ મધ્યપ્રદેશના જાંબવા જીલ્લાના અને હાલ ઝાંઝમેર ગામ ખાતે રહેતા.

  આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક ઘટના! દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે કુદરતે છીનવ્યા પિતાના પ્રાણ, ધ્રૂસકે ધ્રૂસકે રડી વ્હાલસોયી પુત્રી

  ખેત મજુરી કરતા મુકેશ શામજીભાઇ પરમાર તેમજ લાલચંદ ઉફે લાલો ગુલાજી ભેરીયા ઉપરાંત ગોંડલના કોલીથળ ગામે રહેતા રાહુલ ઉફે રવિ સુરેશભાઇ ઉફે જયેશભાઇ ભુરીયા તેમજ રાજકોટ રહેતા દિલીપ ઉફે દીપો ખારૂભાઇ ભુરીયા નામના ચારેય વ્યક્તિને ગણતરીની કલાકોમાં દબોચી લીધા છે. અને ઝડપાયેલ ચારેય વ્યક્તિઓ પાસેથી લૂંટ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી લીધો છે ત્યારે હાલ ઝડપાયેલ ચારેય વ્યક્તિઓની પોલીસે વધુ પૂછતાછ અને તપાસ શરૂ કરી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Crime news, Gujarati news, Rajkot News

  આગામી સમાચાર