ધોરાજીઃપોલીસ કોન્સ્ટેબલે હડધૂત કરતા ત્રણ દલિત યુવાનોએ પીધી દવા

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 15, 2017, 1:26 PM IST
ધોરાજીઃપોલીસ કોન્સ્ટેબલે હડધૂત કરતા ત્રણ દલિત યુવાનોએ પીધી દવા
ધોરાજીમાં ગઇકાલે એક સાથે ત્રણ દલીત યુવાનોએ દવા પી લેતા સારવાર માટે જુનાગઢની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. બનાવની વિગત મુજબ થોડા દિવસ પહેલા વિપુલ બગડા નામના યુવાને ધોરાજી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજવતા મહિપાલ ચુડાસમા એ તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો ત્યાર બાદ તેણે આ પોલીસ કર્મચારી વિરૃધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા પોલીસ સ્ટેશનમાં ગયો હતો પણ તેની ફરિયાદ લીધી ન હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 15, 2017, 1:26 PM IST

ધોરાજીમાં ગઇકાલે એક સાથે ત્રણ દલીત યુવાનોએ દવા પી લેતા સારવાર માટે જુનાગઢની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. બનાવની વિગત મુજબ થોડા દિવસ પહેલા વિપુલ બગડા નામના યુવાને ધોરાજી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજવતા મહિપાલ ચુડાસમા એ તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો ત્યાર બાદ તેણે આ પોલીસ કર્મચારી વિરૃધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા પોલીસ સ્ટેશનમાં ગયો  હતો પણ તેની ફરિયાદ લીધી ન હતી.

doraji dava1

આજે ફરી ધોરાજીના પી.આઈ પાસે આ બાબતની ફરિયાદ કરવા જતા તેણે પણ તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હોવાનો આક્ષેપ વિપુલ બગડાએ લગાવ્યો હતો અને તેનાથી સહન નહિ થતા વિપુલ અને તેના બે મિત્રો રાજેશ સોન્દ્રવા અને પુનીત બગડાએ એક સાથે દવા પી લીધી હતી. પ્રથમ ધોરાજી માં અને ત્યાર બાદ વધુ સારવાર માટે જુનાગઢ  ની સરકારી હોસ્પીટલ માં ખસેડવામાં આવ્ય  છે અને હાલ ત્રણેય ની તબિયત સ્થિર હોવાનું જાણવા મળેલ છે. 
First published: April 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर