Home /News /kutchh-saurastra /

Rajkot news: લગ્નની લાલચ આપી આઠ વર્ષ સુધી કર્યુ મહિલાનું શોષણ, મહિલાની ન્યાય માટે પોકાર

Rajkot news: લગ્નની લાલચ આપી આઠ વર્ષ સુધી કર્યુ મહિલાનું શોષણ, મહિલાની ન્યાય માટે પોકાર

ફાઈલ તસવીર

Dhoraji crime news: ધોરાજી કોર્ટના (Dhoraj court) દરવાજા ખટખટાવ્યા હતા અને બાદમાં કોર્ટના હુકમથી ધોરાજી પોલીસે ગુન્હો દાખલ કર્યો છે જો કે આ બાબતે મહિલાનું શોષણ કરનાર વ્યક્તિ હજુ પોલીસ પકડથી દૂર હોવાનું પણ સામે આવ્યું છે.

  મુનાફ બકાલી, રાજકોટઃ રાજકોટના (Rajkot) ધોરાજીમાં નિકાહની (લગ્નની) (dhoraji news) લાલચ આપી આઠ વર્ષ સુધી ધોરાજીની એક મહિલાનું શોષણ કાર્ય બાદ મહિલાને તરછોડતા મહિલાએ કોર્ટમાં (woman court) દાખલ કરી હતી. ફરિયાદ અને કોર્ટ હુકમની મદદથી ધોરાજી પોલીસમાં ફરિયાદ (Dhoraji police complaint) દાખલ કરી છે.  ધોરાજી કોર્ટના (Dhoraj court) દરવાજા ખટખટાવ્યા હતા અને બાદમાં કોર્ટના હુકમથી ધોરાજી પોલીસે ગુન્હો દાખલ કર્યો છે જો કે આ બાબતે મહિલાનું શોષણ કરનાર વ્યક્તિ હજુ પોલીસ પકડથી દૂર હોવાનું પણ સામે આવ્યું છે.

  આ ઘટના છે રાજકોટના ધોરાજીની કે જ્યાં એક મુસ્લિમ શકશે એક મહિલાને નિકાહ એટલે કે લગ્ન  કરવાના વાયદાઓ આપી અને છેલ્લા આઠ વર્ષથી મુસ્લિમ મહિલાનું શોષણ કર્યા બાદ તરછોડી દેતા મહિલાએ ધોરાજી કોર્ટ હુકમની મદદથી ધોરાજીની પોલિસે સમગ્ર બાબતે હાલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  આ સમગ્ર બાબતે મહિલાના જણાવ્યા મુજબ ધોરાજીની મહિલાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ધોરાજીનો ઇમરાન સિદિક નવીવાલા પરિચયમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો અને ગત મેં-2013માં ધોરાજી તાલુકાના ઉદકિયા ગામે લઈ જઈ મોલાના સમક્ષ રજુ કરી નિકાહ થઈ ગયા હોવાનુ જણાવી દીધું હતું.

  આ સમગ્ર બાબત બાદ ઇમરાન અવાર-નવાર પતિના દરજ્જે આવી અને મારકૂટ કરી બળજબરીથી મહિલા સાથે શરીર સંબંધ બાંધતો હોવાનું મહિલાએ જણાવ્યું છે ત્યારે થોડા સમય પહેલા જ ફરિયાદી મહિલાની આગલા ઘરની દીકરીને પણ શારીરિક અડપલા કરતા તેને આવું ન કરવાં ટકોર કરતા ઇમરાન ઉગ્ર બની જતો હતો ત્યારે આ ઇમરાન પત્ની તરિકેનો દરજ્જો ન આપતા અને શારીરિક અને માનસિક યાતના આપતા મહિલાએ પોતાનું જીવન ટૂંકાવવા પણ પ્રયત્ન કર્યો હતો.

  આ પણ વાંચોઃ-Surat crime news: હનીટ્રેપમાં ફસાવી રૂ.2 લાખ પડનાવનાર વોન્ટેડ શિવરાજસિંહ ઝડપાયો

  જે રીતે છેલ્લા આઠ-આઠ વર્ષથી મહિલાનું શારીરિક શોષણ થતું રહ્યું અને ઇમરાનને દીકરી સમાન નાની બાળકી પર પણ ખરાબ દ્રષ્ટિ નાખતા ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું કે તેમને આ સમગ્ર બાબતે પ્રથમ ધોરાજી પોલીસ મથકે ફરિયાદ કરી હતી ત્યારે આ બાબતે ત્યાં તેમની ફરિયાદ નહી સાંભળવામાં આવતા ફરિયાદી મહિલાએ પોતાની ફરિયાદ લઈને જેતપુર ડી.વાય.એસ.પી. કચેરી ખાતે ગયેલ હતા.

  આ પણ વાંચોઃ-Ahmedabad crime: પતિ, પત્ની ઔર વો! પતિએ અન્ય સ્ત્રી સાથેના ચેટિંગ અને ફોટોગ્રાફ પત્ની જોઈ ગઈ અને...

  ત્યાં પણ આ શોષિત અને પીડિત મહિલાને ન્યાય ન મળતાં અને પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી નહિ કરવામાં આવતા અંતે આ મહિલાએ ધોરાજી કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને બાદમાં કોર્ટ દ્વારા હુકમ કરાતા ધોરાજી પોલીસે ફરિયાદ દાખલ કરી છે જેમાં આ અંગે ધોરાજી નામદાર કોર્ટે ધોરાજી પોલીસને ગુનો દાખલ કરવા માટેનો હુકમ બજાવતા ધોરાજી પોલીસે ઇમરાન સિદિક નવીવાલા સામે આઇ.પી.સી. કલમ ૩૨૩,૩૭૬(૨), (એન), ૩૫૪ (એ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  આ પણ વાંચોઃ-Rajkot news: લવર મૂછીયા ત્રણ યુવાનોને કારમાં તોડફોડ કરવી પડી ભારે, cctv video viral

  આ સમગ્ર મામલે અત્યાચાર કરનાર હજુ પોલીસ પકડથી દૂર પણ સામે આવ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવા ગંભીર અને સંવેદનસીલ કિસ્સામાં જે રીતે મહિલાને કોર્ટનો સહારો લેવો પડ્યો છે ત્યારે સૌ કોઈ લોકો કોર્ટ સુધી પહોંચવા શક્ષમ નથી. હોતા ઉપરાંત અને આમ જ દરેકને કોર્ટનો સહારો લેવો પડશે તો દરેક ફરિયાદી અને ભોગ બનનારને ક્યારે ન્યાય મળશે તેને લઈને પણ સવાલો થતા માલુમ પડે છે જો કે હાલ તો આ સમગ્ર બાબતે સત્ય હકીકત પુરતી તપાસ બાદ જ સામે આવશે તે જણાઈ આવે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Crime news, Gujarati news, Rajkot Crime

  આગામી સમાચાર