રાજકોટમાં તૈયાર કરાયું છે ધોનીને અપાયેલું ખાસ મોમેન્ટો,શું છે વિશેષતા જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 7:55 PM IST
રાજકોટમાં તૈયાર કરાયું છે ધોનીને અપાયેલું ખાસ મોમેન્ટો,શું છે વિશેષતા જાણો
રાજકોટઃ ટીમ ઇન્ડિયાના ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીને તાજેતરમાં અપાયેલું ગોલ્ડ-સીલ્વર પ્લેટથી તૈયાર કરાયેલું મોમેન્ટ રાજકોટમાં તૈયાર કરાયું હતું. બિસીસીઆઇ દ્વારા ધોનીને આ મોમેન્ટ અપાયું હતું.આ મોમેન્ટને સિલ્વરમાંથી તૈયાર કરી તેમાં ગોલ્ડ પ્લેટથી ધોનીનું નામ તૈયાર કરાયું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 7:55 PM IST
રાજકોટઃ ટીમ ઇન્ડિયાના ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીને તાજેતરમાં અપાયેલું ગોલ્ડ-સીલ્વર પ્લેટથી તૈયાર કરાયેલું મોમેન્ટ રાજકોટમાં તૈયાર કરાયું હતું. બિસીસીઆઇ દ્વારા ધોનીને આ મોમેન્ટ અપાયું હતું.આ મોમેન્ટને સિલ્વરમાંથી તૈયાર કરી તેમાં ગોલ્ડ પ્લેટથી ધોનીનું નામ તૈયાર કરાયું છે.

dhoni moment1

રાજકોટની સોની બજાર ભારત સહીત વિદેશમાં પણ ખાસ નામના ધરાવે છે અને રાજકોટની સોની બજારમાં તૈયાર થતા ઘરેણા અને તેની ડીઝાઇન પણ વખાણવા લાયક હોઈ છે. ત્યારે રાજકોટને વધુ નામના અપાવે તેવો એક મોમેન્ટો પણ તૈયાર થયો છે,.
ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને બીસીસીઆઇ દ્વારા એક ખાસ મોમેન્ટો આપી નાવાઝ્વામાં આવ્યા હતા. ભારતીય ટીમના ખેલાડી અને કોચની હાજરીમાં બિસિસિઆઇ દ્વારા એક ખાસ મોમેન્ટો મહેન્દ્રસિંહ ધોનીને આપવામાં આવ્યો હતો અને સન્માન કરવામાં આવ્યું હતું. ધોનીને આપવામાં આવેલો આ ખાસ મોમેન્ટો રાજકોટની સોની બજારમાં તૈયાર કરવામાં આવ્યો છે.

સોની વેપારી હરેશ સહોલીયા અને તેના કારીગરો દ્વારા આ મોમેન્ટો બનાવ્યો છે. પોતાના દ્વારા બનાવેલા મોમેન્ટો જયારે બીસીસીઆઇ દ્વારા ધોનીને અપાયો ત્યારે રાજકોટના આ સોની વેપારી ગર્વની લાગણી અનુભવી રહ્યું છે.

મોમેન્ટમાં આ છે ખાસીયત

રાજકોટની સોની બજારમાં તૈયાર થયેલા આ મોમેન્ટોની અનેક ખાસ્યાત છે. ધોની માટેના આ મોમેન્ટો સિલ્વરથી તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં ગોલ્ડ ટચ આપવામાં આવ્યો છે. આ મોમેન્ટોમાં મહેન્દ્રસિંહ ધોનીની ચાર સિદ્ધિનું વર્ણન કરવામાં આવ્યું છે અને ધોનીનો બેઝ પણ ખુબ બારીકાઇ થી બનાવવામાં આવ્યો છે. વાત આટલી જ નથી આ મોમેન્ટોમાં ધોનીનું નામ પણ ખાસ રીતે લખવામાં આવ્યું છે જે સંપૂર્ણ ગોલ્ડ પ્લેટથી તૈયાર કરાયું છે.
First published: February 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर