Home /News /kutchh-saurastra /

રાજકોટ : ધન્વંતરી રથના ચાલકો ઉતરશે ભૂખ હડતાળ પર, મેયરે કહ્યું-ગ્રાન્ટની ટૂંક સમયમાં ચુકવણી થશે

રાજકોટ : ધન્વંતરી રથના ચાલકો ઉતરશે ભૂખ હડતાળ પર, મેયરે કહ્યું-ગ્રાન્ટની ટૂંક સમયમાં ચુકવણી થશે

રાજકોટ

રાજકોટ : ધન્વંતરી રથના ચાલકો સોમવારથી ઉતરશે ભૂખ હડતાળ પર, મેયરે કહ્યું-ગ્રાન્ટ આવી ગઈ ટૂંક સમયમાં ચુકવણી થશે

રાજકોટ શહેરમાં ધનવંતરી રમતના સંચાલકો અને કોન્ટ્રાક્ટરોએ રૂપિયા ન આપતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રથમ બે માસના 40 વાહનચાલકોને બીજા બે માસના 150 વાહનચાલકોને કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા આપવામાં નથી આવ્યા.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ કોરોના મહામારી કાબૂમાં હોઈ તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં ધનવંતરી રમતના સંચાલકો અને કોન્ટ્રાક્ટરોએ રૂપિયા આપતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રથમ બે માસના 40 વાહનચાલકોને બીજા બે માસના 150 વાહનચાલકોને કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા આપવામાં નથી આવ્યા. 60,000 રૂપિયા છેલ્લે 1,00,000 રૂપિયા સુધીના બિલ બાકી હોવાનું વાહનચાલકો જણાવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે મનપાના અધિકારીઓ દ્વારા પણ હસ્તક્ષેપ કરવામાં આવતો હોવાનું વાહનચાલકો દાવો કરી રહ્યા છે. ત્યારે સોમવાર સુધીમાં જો વાહન ચાલકોને કોન્ટ્રાક્ટર દ્વારા તેમના રૂપિયા આપવામાં નહીં આવે તો તેઓ ભૂખ હડતાળ પર ઊતરશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારી છે.


    મહિલાનાં જણાવ્યા મુજબ, તેના પતિ ધન્વંતરિ રથ ચલાવતા હતા, જેનું 7થી 8 મહિનાનું પેમેન્ટ 70 હજાર રૂપિયા લેવાના છે. આવી અંદાજે 40 ગાડીઓ છે. હાલ પેમેન્ટ નહીં મળતા તમામની આર્થિક પરિસ્થિતિ કથળી છે. અને ઘરખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. દીકરાની સ્કૂલ ફી ભરવાની બાકી હોવાની સાથે લાઇટ બિલ ભરાતા વીજ કનેક્શન કાપી ગયા છે. ગમે ત્યારે કોન્ટ્રાક્ટરને ફોન કરીએ તો આવશે એટલે આપી જઇશું એવો જવાબ આપે છે.


    આ પણ વાંચો: મશરૂમની ખેતીની તાલિમ આપી કેનેડા મોકલવાનો ઠગ દંપતીનો ખેલ, મહિલા સાથે 27.50 લાખની ઠગાઈ

    વધુમાં તેણીએ કહ્યું હતું કે, મારા પતિએ કોરોનાની મહામારીમાં પોતાના જીવને જોખમે નોકરી કરી હતી. સોમવાર સુધીમાં અમને પેમેન્ટ નહીં મળે તો અમે ભૂખ હડતાળ પર ઉતરીશું. મારૂતિ વાન ચાલકો બાદલસિંહ ગોહેલ, રાજેશ સોલંકી, વજુભાઇ પરમાર વગેરેએ કહ્યું હતું કે, કોરોના કાળમાં સપ્ટેમ્બર-2021માં સંજીવની, 104, ધનવંતરી રથ મહાપાલિકાએ લોકોની મદદ માટે મુકયા હતા. માટે મારૂતિ વાન ભાડે રાખવામાં આવી હતી. કોર્પો. દ્વારા ઇકો વાન અને મારૂતિ વાન એજન્સી મારફત રાખવામાં આવી હતી. જેમાં અગાઉના બીલ મળ્યા હતા. પરંતુ છેલ્લા 7 મહિનાથી પેમેન્ટ ચુકવાયુ નથી.


    આ પણ વાંચો: જામનગર: રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે INS વાલસુરાને પ્રેસિડેન્ટ લર્સ એવોર્ડ એનાયત કરાયો

    જો કે સમગ્ર મામલે રાજકોટ શહેરના મેયર ડો. પ્રદીપ ડવે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ધન્વંતરિ રથ સંચાલકોનાં પેમેન્ટની ગ્રાન્ટ આવી ગઈ છે. અને જે કોઈની જેટલી રકમો બાકી છે તે ટૂંક સમયમાં ચૂકવી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા માટેની ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવી છે. અને ગઈકાલે તમામ વાહન ચાલકોને પેમેન્ટ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot city, Rajkot News, RMC, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन