રાજકોટનો મોટો ભેજાબાજ! દેશી દારુમાંથી વિદેશી દારુ બનાવાની રીત જાણીને તમે પણ ચોંકી જશો

રાજકોટનો મોટો ભેજાબાજ! દેશી દારુમાંથી વિદેશી દારુ બનાવાની રીત જાણીને તમે પણ ચોંકી જશો
પકડાયેલા આરોપીની તસીવર

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે માંડાડુંગર પાસેથી એક શખ્સની ધરપકડ કરી છે અને જેની પાસે થી 5 નંગ બોટલ દારૂની મળી આવી છે.

  • Share this:
રાજકોટઃ કહેવાય છે ને કે બુદ્ધિ કોના બાપની અને તમે દૂધ વેચો તો તે પણ લોકો લેવા તૈયાર થઈ જાય છે. બસ તમારામાં આવડત હોવી જરૂરી છે. આવોજ એક અનોખો કિસ્સો રાજકોટમાં (Rajkot) સામે આવ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે (Rajkot crime branch) માંડાડુંગર પાસેથી એક શખ્સની ધરપકડ કરી છે અને જેની પાસે થી 5 નંગ બોટલ દારૂની (liquor) મળી આવી છે.

જાણવા જેવી વાત તો એ છે કે આ શખ્સ પાસે જે વિદેશી દારૂની બોટલ હતી. તેના સીલ તૂટેલા હતા અને અંદર દેશી દારૂ તેમજ ચાની ભૂકી ભરેલી હતી પોલીસ પણ અનોખો કીમિયો જોઈને ચોંકી ઉઠી હતી. પોલીસે હિતેશ ઉર્ફે બંટીની ધરપકડ કરી છે.બંટી વિદેશી દારૂની શીલ વગરની બોટલ સાથે ઝડપાયો છે અને આ વિદેશી દારૂની બોટલમાં દેશી દારૂ તેમજ ચા ની ભૂકી નાખી હતી. બંટી વિદેશી દારૂની બોટલમાં દેશી દારૂ તેમજ ચા ની ભૂકી મિક્સ કરી રિફીલિંગ કરી વેચતો હતો.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પુત્ર પ્રાપ્તી માટે તાંત્રિક પાસે ગઈ બે પુત્રીઓની માતા, શરીરમાં ખીલી ઠોકી દેતાં થયું મોત

આ પણ વાંચોઃ-OMG! આશા છોડી ચૂકી હતી માતા, અપહરણ થયેલો પુત્ર 32 વર્ષે આવી રીતે મળ્યો પાછો

આ પણ વાંચોઃ-આ પાંચ રાશિના જાતકો ઉપર હંમેશા લક્ષ્મીજીની કૃપા રહે છે, નાની ઉંમરમાં બને છે ધનવાન

પોલીસે બાતમીને આધારે બંટીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે લોકો આમતો વિદેશી દારૂ ખરીદે ત્યારે સિલપેક ખરીદતા હોય છે.


પરંતુ અમુક લોકો એટલા પ્યાસી હોય છે અથવા પૈસાની તંગીને કારણે લોકો કોઈ પણ બ્રાન્ડ અથવા તો દેશી દારૂ પીતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. હાલતો પોલીસે બંટી ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:August 09, 2020, 22:53 pm

ટૉપ ન્યૂઝ