Home /News /kutchh-saurastra /

રાજકોટ : કોરોનાનાં 2 વર્ષ બાદ 1 એપ્રિલથી બાળકો સહીત તમામ લોકો માટે સ્વિમિંગ પુલ ખોલવા નિર્ણય

રાજકોટ : કોરોનાનાં 2 વર્ષ બાદ 1 એપ્રિલથી બાળકો સહીત તમામ લોકો માટે સ્વિમિંગ પુલ ખોલવા નિર્ણય

રંગીલું

રંગીલું રાજકોટ : કોરોનાનાં 2 વર્ષ બાદ 1 એપ્રિલથી બાળકો સહીત તમામ લોકો માટે સ્વિમિંગ પુલ ખોલવા નિર્ણય

કોરોનાને(Corona) લગતા તમામ નિયંત્રણ હટાવી(Removed control) લેવા માટે જાહેરાત(Advertising) કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાએ(Mahanagarpalika)પણ આગામી 1 એપ્રિલથી(1St April) શહેરનાં તમામ સ્વિમિંગ પુલો(Swimming pools) ખુલ્લા મુકવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

વધુ જુઓ ...

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ(Rajkot) : તાજેતરમાં કેન્દ્ર સરકાર(Central Government) દ્વારા 31 માર્ચ(31st March)બાદ કોરોનાને(Corona) લગતા તમામ નિયંત્રણ હટાવી(Removed control) લેવા માટે જાહેરાત(Advertising) કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાએ(Mahanagarpalika)પણ આગામી 1 એપ્રિલથી(1St April) શહેરનાં તમામ સ્વિમિંગ પુલો(Swimming pools) ખુલ્લા મુકવાનો મહત્વનો નિર્ણય લીધો છે. અંગે શહેરનાં(City) મેયર ડો. પ્રદીપ ડવ(Meyar,Pradip Dav)દ્વારા જાહેરાત કરવામાં આવી છે.


    મેયર ડો. પ્રદીપ ડવનાં જણાવ્યા હતું કે, મનપા દ્વારા શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં સ્વિમિંગ પુલો છે. જોકે 2 વર્ષથી કોરોનાને કારણે તમામ સ્વિમિંગ પુલોને બંધ કરવાની ફરજ પડી હતી. જો કે કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ માટેના તમામ નિયંત્રણ દૂર કરવામાં આવ્યા છે. ત્યારે આગામી 1 એપ્રિલથી કોર્પોરેશન સંચાલિત તમામ સ્વિમિંગ પુલો ખુલ્લા મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે વર્ષથી સ્વિમિંગ પુલો બંધ હોવાથી તેનું ક્લિનિંગ પણ થઈ ચૂક્યું છે.


    આ પણ વાંચો: રંગીલુ રાજકોટ બન્યું રક્તરંજિત, પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર ક્ષત્રિય યુવાનની થઇ હત્યા

    ખાસ ઉનાળાની સિઝનમાં સ્વિમિંગ કરવા માટે લોકોમાં આકર્ષણ જોવા મળે છે. અને શહેરનાં કાલાવડ રોડ, કોઠારીયા તેમજ રેસકોર્સ સહિતનાં વિસ્તારમાં આવેલ સ્વિમિંગ પુલોમાં સભ્ય સંખ્યા પણ ખૂબ મોટી છે. જેમાં બાળકોથી લઈ યુવાનો સામેલ છે. તેમજ મહિલાઓ માટેનો અલગ સ્વિમિંગ પુલ પણ હોવાથી વધુમાં વધુ લોકોને ફેસિલિટીનો લાભ મળશે. સ્વિમિંગ પુલમાં સોશિયલ ડિસ્ટન્સ તો સ્વાભાવિક રીતે રહેતું હોવાથી કોરોનાનો કોઈ ફેલાવો થવાની શક્યતા નહિવત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


    આ પણ વાંચો: અમદાવાદમાં એક જ ઘરમાં ચાર લોકોની હત્યા મામલે થયો મોટો ખુલાસો

    ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ઉનાળો વહેલો શરૂ થઈ ચૂક્યો છે. અને ગરમીનો પારો અત્યારથી 40 ડીગ્રી પાર કરી ચુક્યો છે. અને લોકો ભારે ગરમીથી અકળાઈ રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાનાં નિર્ણયને લઈને ગરમીથી અકળાયેલા લોકોને હવે મોટી રાહત મળશે તે નિશ્ચિત છે.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot city, RMC, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन