રાજકોટ : પોઝિટિવ Corona કેદી ક્વોરન્ટાઈન સેન્ટરમાંથી ભાગવા જતા મળ્યું મોત


Updated: August 15, 2020, 7:55 PM IST
રાજકોટ : પોઝિટિવ Corona કેદી ક્વોરન્ટાઈન સેન્ટરમાંથી ભાગવા જતા મળ્યું મોત
કેદી ક્વોરન્ટાઈન સેન્ટરમાંથી ભાગવા જતા મળ્યું મોત

તેને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં બીજા માળ પર રાખવામાં આવ્યો હતો પરંતુ આ કેદી બીજા માળેથી નાસવા જતા નીચે પટકાયો હતો અને તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું

  • Share this:
રાજકોટ: કોરોનાની મહામારી ફક્ત શહેરી વિસ્તારમાં જ નહીં પણ હવે ગ્રામ્ય તેમજ જેલના કેદીઓ સુધી પહોંચી ચુકી છે. છેલ્લા થોડા સમય થી જેલના કેદીઓ ને પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે ત્યારે થોડા દિવસ અગાવ ગોંડલ સબજેલના કેદીને કોરોના પોઝિટિવ આવતા તેને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં બીજા માળ પર રાખવામાં આવ્યો હતો પરંતુ આ કેદી બીજા માળેથી નાસવા જતા નીચે પટકાયો હતો અને તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

ગોંડલ સબ જેલમાંથી કોરોનાની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં દાખલ કરવામાં આવેલો કેદી આનંદગીરી ગોસ્વામી આજે વહેલી સવારે રેન બસેરાના ક્વોરેન્ટાઇન સેન્ટરના બીજા માળે આવેલી બારી તોડી ચાદરનું દોરડું બનાવી ત્યાંથી કુદીને નાસવા જતાં નીચે પટકાયો હતો.

નીચે પટકાતા કેદીના શરીરે ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. ગત તારીખ ૩૧મીએ ગોડલ સબ જેલમાંથી આરોપી આનંદગીરીને કોરોનાની શંકા સાથે રાજકોટ સિવિલના કોવિડ વિભાગમાં ખસેડાયો હતો. અહિ રિપોર્ટ પોઝિટિવ આવતા તને ચોથા માળે સારવારમા રાખવામાં આવ્યો હતો.


જોકે ત્યાર બાદ તા.૩/૮ના કોવિડ સેન્ટરમાંથી વહેલી સવારે નાશી છુટતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. આ પછી તેને પકડીને ફરીથી કોવિડ-૧૯માં દાખલ કરાયો હતો. ત્યાં સારવાર પૂર્ણ થયા બાદ કવોરન્ટાઇન હેઠળ રાજકોટમાં રેન બસેરામાં રાખવામાં આવ્યો હતો. જ્યાંથી પણ આજે ભાગવા જતાં નીચે પટકાતા મોત મળ્યું હતું.
Published by: kiran mehta
First published: August 15, 2020, 7:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading