ડિલરો જ લગાવી આપશે હાઈસિક્યુરિટી નંબર પ્લેટ,વાહન લીધા બાદ આરટીઓના નહી ખાવા પડે ધક્કા

VINOD LEUVA | Pradesh18
Updated: January 4, 2017, 2:13 PM IST
ડિલરો જ લગાવી આપશે હાઈસિક્યુરિટી નંબર પ્લેટ,વાહન લીધા બાદ આરટીઓના નહી ખાવા પડે ધક્કા
અમદાવાદઃસરકાર દ્વારા હાઈસિક્યુરિટી નંબર પ્લેટ ફરજીયાત કરી દેવામાં આવી છે.ત્યારે નવા અને જુના વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓમાં કામનુ ભારણ વધી ગયુ છે અને લોકોને એક પ્લેટ લગાવવા માટે આરટીઓના ધક્કા ખાવા પડે છે.
VINOD LEUVA | Pradesh18
Updated: January 4, 2017, 2:13 PM IST
અમદાવાદઃસરકાર દ્વારા હાઈસિક્યુરિટી નંબર પ્લેટ ફરજીયાત કરી દેવામાં આવી છે.ત્યારે નવા અને જુના વાહનોમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓમાં કામનુ ભારણ વધી ગયુ છે અને લોકોને એક પ્લેટ લગાવવા માટે આરટીઓના ધક્કા ખાવા પડે છે.

જેને લઈ સરકાર દ્વારા ડિમ આરટીઓ જાહેર કર્યા છે.તાજેતરમાં અમદાવાદના અતુલ મોટર ખાતે હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની કામગીરીનું વાહન વ્યવહાર વલ્લભભાઈ કાકડીયા દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે.જેથી હવે જે શો રૂમમાંથી વાહનો લેશો ત્યાથી નંબર પ્લેટ અને આરસી બુક મળી જશે.અને વાહન લીધા બાદ આરટીઓના ધક્કા નહી ખાવા પડે.

તેમજ વાહન વ્યવહાર પ્રધાન વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યુ છે કે લાયસન્સ માટે પણ લોકોએ આરટીઓના ધક્કા નહી ખાવા પડે અને ટુંક સમયમાં આઈટીઆઈ વિભાગમાંથી લોકોને લર્નિંગ લાયસન્સ મળી જશે તેવી સુવિધા ઉભી કરવામાં આવશે.આ પ્રસંગે પ્રિન્સિપલ સેક્રેટરી વિપુલ મિત્રા,વાહન વ્યવહાર કમિશનર આર એમ જાદવ,આરટીઓ જી.એસ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

First published: January 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर