Home /News /kutchh-saurastra /

'ભાઇમાં જીવ છે, અડધી આંખ ખુલ્લી છે અને આંખમાંથી આસું નીકળે છે'

'ભાઇમાં જીવ છે, અડધી આંખ ખુલ્લી છે અને આંખમાંથી આસું નીકળે છે'

પ્રતિકાત્મક તસવીર

રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહમાં મૃતક યુવકની અંત્યેષ્ટિ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે બહેનને એવી ભ્રાંતિ થઇ હતી કે ભાઇમાં જીવ છે

  ન્યૂઝ18ગુજરાતીઃ કેટલીકવાર એવા અજીબોગરીબ કિસ્સાઓ બનતા હોય છે કે જેના વિશે જાણીને આપણને વિશ્વાસ થતો નથી. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે જ્યાં મૃતકની અંતિમવિધિની તૈયારીઓ થઇ હતી. અને ત્યારે જ મૃત શરીરમાં પ્રાણ પુરાયા હોવાની બહેનને ભ્રાંતિ થતા થોડા સમય માટે અંતેષ્ટિ અટકી હતી. જોકે, ડોક્ટર દ્વારા મૃત હોવાની ખરાઇ કર્યાબાદ અંગ્નીદાહ અપાયા હતા.

  મળતી માહિતી પ્રમાણે મંગળવારે રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહમાં મૃતક યુવકની અંત્યેષ્ટિ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે બહેનને એવી ભ્રાંતિ થઇ હતી કે ભાઇમાં જીવ છે અને અડધી આંખ ખુલ્લી છે. અને આંખમાંથી આંસુ નીકળે છે. આથી બધા સ્તબ્ધ બની ગયા હતા. એ વખતે ખરાઇ કરવા માટે ડોક્ટર બોલાવતા ડોક્ટરે મૃત જ જાહેર કર્યો હતો. અને ત્યારપછી અંગ્નિસંસ્કાર કરાયા હતા.

  શ્રદ્ધા સોસાયટીમાં રહેતા અને જમીન મકાનની લે વેચ કરતા જ્યંતિભાઇ ચોટલિયાના સતર વર્ષીય પુત્ર હિમાંશુને સ્વાદુપીડ ઉપર સોજો ચડી જતાં એની સારવાર ચાલતી હતી. સાત દિવસની સારવાર બાદ ઘરે લાવવામાં આવ્યો હતો. ઘરે ફરી તબીયત લથડતા ફરી ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યો હતો. સારવાર કારગત ન નીવડતા અને ઉલ્ટી શ્વાસનળીમાં ફસાઇ જતા શ્વાસ ગુંગળાઇ જવાથી હિમાંશુનું મોત થયું હતું.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ બાઇક ચાલક પાસે ટ્રાફિક પોલીસે માંગી રૂ.500ની લાંચ, સસ્પેન્ડ

  મૃત્યુબાદ પરિવાજનો એકત્ર થઇને હિમાંશુની શ્મસાનયાત્રા કાઢીને રામનાથપરા સ્મશાનગૃહે લઇ જવાયો હતો. આ વખતે હિમાંશુની બહેન સોનલને ભાઇ જીવત હોવાનો આભાસ થતા એમણે અંત્યેષ્ટી અટકાવી હતી. બાદમાં ડોક્ટરને બોલાવતા સેવાભાવી ડોક્ટરે આવીને ફરી ચેક કરતા જીવ ન હોવાનું કહેતા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
  Published by:ankit patel
  First published:

  Tags: Saurashtra, Sister, રાજકોટ

  આગામી સમાચાર