રાજકોટ : સાસુનો ત્રાસ, 'તારો આગલો દીકરો અમારા ખાનદાનનો નથી, તારા પેટે હવે જે સંતાન થશે તે અમારા કૂળનું થશે'


Updated: March 9, 2020, 1:24 PM IST
રાજકોટ : સાસુનો ત્રાસ, 'તારો આગલો દીકરો અમારા ખાનદાનનો નથી, તારા પેટે હવે જે સંતાન થશે તે અમારા કૂળનું થશે'
પ્રતિકાત્મક તસવીર

ઘોરકળિયુગ! રાજકોટમાં એક પુત્રવધુએ સાસુના ત્રાસથી કંટાળી ફીનાઇલ ગટગટાવ્યું હતું, આખરે મામલો મહિલા પોલીસ મથકે પહોંચ્યો

  • Share this:
રાજકોટ : રાજકોટમાં (Rajkot) સાસુ ઉપર માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પુત્રવધુ (wife) દ્વારા શહેરના મહિલા પોલીસ મથકમાં (Woman Police station) ફરિયાદ નોંધાવી જેમાં જણાવવામાં આવ્યું હતુકે સાસુ દ્વારા તેને માનસિક ત્રાસ (Mental Harassment) આપવામાં આવી રહ્યો છે. સાસુના માનસિક ત્રાસને કારણે પુત્રવધુએ ફીનાઈલ પી લીધું હતું (Suicide Attempt) અને તેને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

બનાવની વિગત એવી છે કે રાજકોટના મહિલા પોલીસ મથકમાં એક પુત્રવધુએ તેના સાસુ વિરુદ્ધ માનસિક ત્રાસની ફરિયાદ આપી છે. તેમના કહ્યા મુજબ પાપી સાસુ તેમને આગલા ઘરનો દીકરો આ કૂળનો નથી તેવું કહી અને અવારનવાર મેણા ટોણાં મારતા હતા.

આ પણ વાંચો :  વડોદરા બગલામુખી વિવાદ : તાંત્રિક પ્રશાંતને પોલીસના 'સાનિધ્ય'માં ફરી છાતીમાં દુ:ખાવો ઉપડ્યો

પોલીસ નિવેદનમાં પુત્રવધુએ સાસુ વિરુધ ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતુ કે તેના સાસુ અવારનવાર કહે છે કે 'તારા આગલા ઘરવાળાનો દીકરો અમારા ખાનદાનનો નથી તારા પેટે જે સંતાન થશે તે અમારા કૂળનું થશે' તેમ અનેક વખત મેણા ટોણાં મારી માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હતા જેથી પુત્રવધુએ કંટાળી જઈ ફીનાઈલ પી લીધું હતું.

બનાવ ની વિગત જાણે એમ છેકે રાજકોટના મહિલા પોલીસ મથકમાં પુજાબેનનામના એક ફરિયાદીએ સાસુ કુમુન્દબેનના માનસિક ત્રાસથી કંટાળી ફીનાઈલ પીધું હતુંઅને પોલીસને નિવેદનમાં જણાવ્યું હતુકે સાસુ અવારનવાર કહે છે કે તારા આગલા ઘરવાળાનો દીકરો અમારા ખાનદાનનો નથી તારા પેટે જે સંતાન થશે તે અમારા કૂળનું થશે તેમ અનેક વખત મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હતા જેને લઈને પુત્રવધુ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  રાજકોટ : દંપતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો, પતિ-પત્ની ઇમિટેશન જ્વેલરી વેચતા હતાજોકે હવે પુત્રવધુ પૂજાની ફરિયાદ પરથી પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે અને ખરેખર હકીકત શું છે તેને લઈને પણ પોલીસ અલગ અલગ મુદાઓ પર પરિવાર સાથે પૂછપરછ હાથ ધરશે.
First published: March 9, 2020, 1:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading