વોટ્સન મ્યુઝિયમ ખાતે નૃત્ય મુદ્રા ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકાયું

News18 Gujarati
Updated: May 18, 2018, 2:21 PM IST
વોટ્સન મ્યુઝિયમ ખાતે નૃત્ય મુદ્રા ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકાયું

  • Share this:
પ્રતિ વર્ષ ૧૮ મે ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝીયમ દિવસ’ તરીકે ઉજવવમાં આવે છે. રાજકોટ ખાતે કર્નલ જોન. વોટ્સનની યાદમાં સ્થાપિત મ્યુઝિયમમાં પ્રતિ વર્ષ કલા અને સંસ્કૃતિ સંલગ્ન પ્રવૃતિ કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિતે રાજકોટના ચિત્રકાર મનીષ ઠાકર દ્વારા નૃત્યની વિવિધ મુદ્રા રજુ કરતા ચિત્રો ‘નૃત્ય મુદ્રા’ તેમજ જૂનાગઢ મ્યુઝીયમના ચિત્રકાર કશ્યપ વ્યાસનાં માનવ જીવનના વિવિધ ભાવોને સુંદર રીતે અભિવ્યક્ત કરતા ‘જુવાનનું પ્રતિબિંબ કલા’ વિષયક ચિત્રોનું પ્રદર્શન અત્રે ખુલ્લું મુકાયું છે, જેનો કલાપ્રેમી જનતાને લાભ લેવા મ્યુઝિયમના ક્યુરેટર એસ. એન. રામાનુજે અનુરોધ કર્યો છે.

આ ચિત્ર પ્રદર્શન તા. ૨૫ સુધી સવારના ૯ થી ૧ તેમજ બપોરે ૩:૦૦ થી ૬:૦૦ દરમ્યાન નિહાળી શકાશે. સાથોસાથ મ્યુઝિયમમાં સૌરાષ્ટ્રની ભાતીગળ લોક કળા અને ઈતિહાસ, રાજાશાહી કાળની ઝાંખી, વન્ય પ્રાણીઓ, પશુ-પંખીઓ સહીત અનેક અલભ્ય વસ્તુઓ વેકેશનમાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ પરિવાર સાથે નિહાળે, તેવી અભ્યાર્થના ક્યુરેટર દ્વારા કરવામાં આવી છે.
First published: May 18, 2018
વધુ વાંચો
अगली ख़बर