Home /News /kutchh-saurastra /

દલિત યુવકની હત્યા: આરોપીઓ 4 દિ'ના રિમાન્ડ પર, કોંગ્રેસ પીડિત પરિવારને મળશે

દલિત યુવકની હત્યા: આરોપીઓ 4 દિ'ના રિમાન્ડ પર, કોંગ્રેસ પીડિત પરિવારને મળશે

  રાજકોટ નજીક આવેલા શાપરમાં દલિત યુવકને માર મારી હત્યા નિપજાવવા મુદ્દે ઝડપાયેલા ચાર આરોપીઓને પોલીસે રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ  કરવામાં આવ્યા હતા, કોર્ટે તમામ આરોપીઓના 4 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા હતા.

  શાપરમાં એક દલિત યુવકને ચોરીના શંકાએ ઢોર માર મરાયો. એટલે સુધી કે યુવકનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત થઈ ગયું. દલિત યુવક પર થયેલા અત્યાચારે ફરી ઉનાકાંડ અને ત્યાર બાદ રાજ્યમાં દલિતો વિરુદ્ધ થયેલા અત્યાચારોની યાદ તાજા કરાવી દીધી. 11મી જુલાઈ, 2016ના રોજ ઉના ખાતે ચાર દલિતોને કથિત ગૌરક્ષોએ ઢોરમાર માર્યો હતો. આ તમામ લોકો ગામમાં મૃત પામેલી એક ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા. તેમના પર કથિત રીતે ગૌહત્યાનો આરોપ લગાવીને તેમને ફટકારવામાં આવ્યા હતા. જ્યારે શાપરના બનાવમાં તો ચોરીની શંકાને આધારે જ કાયદો હાથમાં લઈને દલિત યુવકને માર મારીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો. એક તરફ ગુજરાત વિકસની હરણફાળ ભરી રહ્યું છે તો બીજી તરફ ફક્ત શંકાને આધારે કોઈની હત્યા કરી નાખવામાં આવે છે તે ઘટના ખરેખર રાજ્યના માથે કાળી ટીલી સમાન છે!

  દલિત યુવકના મોત મામલે હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે, કોંગ્રેસનું પ્રતિનિધ મંડળ પરિવારજનો સાથે મુલાકાત કરશે જેમાં પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતાઓ જોડાશે, સાથે આ મુદ્દે કોંગ્રેસ સમગ્ર જિલ્લા મથકો પર આવેદન પત્ર આપી પીડિત પરિવારને ન્યાય આપવાની અપીલ કરશે.

  ચાર સામે ગુનો દાખલ

  દલિત યુવકને ઢોર માર મારવાથી હત્યાના કેસમાં પોલીસે પાંચમાંથી ચાર આરોપી સામે 302ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં એટ્રોસીટી એક્ટ પ્રમાણે સરકાર મૃતકના પરિવારજનોને 8.25 લાખની સહાયની જાહેરાત કરી છે. જેમાંથી અડધી રકમ તાત્કાલિક ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

  ગૃહમંત્રીએ શું કહ્યું?

  આ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ફેક્ટરીના માલિકોએ હુમલો કરતા યુવકનું મોત થયું છે. ચાર લોકોની 302 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં સંકળાયેલા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  પોલીસે શું કહ્યું?

  આ અંગે ઇન્ચાર્જ એસ.પી. શ્રૃતિ મહેતા(રાજકોટ ગ્રામ્ય)એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શાપર ખાતે રાદડિયા ઇન્ડસ્ટ્રિઝના લોકોએ ચોરીની શંકાના આધારે એક વ્યક્તિને માર માર્યો હતો, જેમાં તેનું મોત થયું છે. આ ગુનામાં રવિવારે સાંજે પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકો સામે 302, એટ્રોસિટી સહિતની કલમો લગાડી કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં આરોપીઓની ઓળખ પરેડ બાકી હોવાથી તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે.

  દલિત યુવક અને પત્નીને માર્યો માર

  પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક યુવક આ વિસ્તારમાં કચરો, પ્લાસ્ટિક અને ભંગાણ વીણવાનું કામ કરતા હતા. આ પહેલા પણ ચોરીની શંકામાં તેને પકડવામાં આવ્યો હતો. પરંતુ એ વખતે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે સીસીટીવી ફૂટેજ કબજે કરીને યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે. યુવકને સાથે સાથે તેની પત્નીને પણ માર મારવામાં આવ્યો હોવાના પુરાવા મળ્યા છે.

  સિવિલમાં સારવાર દરમિયાન મોત

  પોલીસના જણાવ્યા પ્રમાણે આ બનાવ શનિવાર બન્યો હતો. રાદડિયા ઇન્ડસ્ટ્રિઝના માણસોએ માર મારીને યુવકને તેના પરિવારજોને સોંપી દીધો હતો. બાદમાં સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન રવિવારે તેનું મોત થયું હતું. આ અંગે સિવિલ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

  વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?

  મેવાણીના જણાવ્યા પ્રમાણે ઢોર માર માર્યા બાદ મોતને ભેટેલા યુવકનું નામ મુકેશ વાણિયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દલિત યુવકને એક દોરડાથી કારખાનાના ગેટ સાથે બાંધી રાખવામાં આવ્યો છે. શરૂઆતમાં ફેક્ટરીનો જ કોઈ માણસ તેને માર મારી રહ્યો છે. બાદમાં ફેક્ટરીનો માલિક મજૂરને માર મારી રહેલા વ્યક્તિ પાસેથી લોખંડનો સળિયો લઈને પોતે મજૂરને ઢોર માર મારતો નજરે પડે છે.

  મેવાણીએ નેશનલ મીડિયાને આ વીડિયો ટેગ કરીને લખ્યું છે કે આ છે ગુજરાતનું કહેવાતું 'વિકાસ મોડલ'. સાથે જ મેવાણીએ હેઝ ટેગમાં લખ્યું છે કે ગુજરાત દલિતો માટે સુરક્ષિત નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Dalit, Jignesh Mevani, Video

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन