રવિવારે રાજકોટ ‘સાયક્લોફન’માં બનશે સાયકલમય: વિદેશીઓ પણ જોડાશે

News18 Gujarati
Updated: January 12, 2019, 3:07 PM IST
રવિવારે રાજકોટ ‘સાયક્લોફન’માં બનશે સાયકલમય: વિદેશીઓ પણ જોડાશે
પ્રતિકાત્મક તસવીર

આ સાયકલોફ્નમાં કુલ ત્રણ પ્રકારના રૂટ પ્રમાણે કેટેગરી રાખવામાં આવેલા છે. એક ૨૫ કી.મી.ની કેટેગરી, બીજી ૫૦ કી.મી.ની કેટેગરી અને ત્રીજી ૭૫ કી.મી. કેટેગરી રાખવામાં આવી છે.

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન લાયબ્રેરી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા રવિવારે વહેલી સવારે ૪:૩૦ વાગ્યે રોલેક્સ સાયકલોફનનું આયોજન કરવામાં આવેલું છે. શહેરીજનો સાઈકલીંગ જેવા નોનમોટરાઈઝડ ટ્રાન્સપોર્ટેશન વિકલ્પ અપનાવે અને પ્રદુષણ ઓછું કરવામાં સહયોગી બને તેવા આશય સાથે રોલેક્સ સાયકલોફ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનમાં બહોળી સંખ્યામાં શહેરીજનો ભાગ લે, તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવ્યું કે, આ સાયકલોફ્નમાં કુલ ત્રણ પ્રકારના રૂટ પ્રમાણે કેટેગરી રાખવામાં આવેલા છે. એક ૨૫ કી.મી.ની કેટેગરી, બીજી ૫૦ કી.મી.ની કેટેગરી અને ત્રીજી ૭૫ કી.મી. કેટેગરી રાખવામાં આવી છે. જે વ્યક્તિ સમય મર્યાદામાં રેલી પૂર્ણ કરશે તેવા તમામ લોકોનો ડ્રો કરી પુરષ્કાર આપવામાં આવશે.

૨૫ કી.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ - કાલાવડ રોડ- ન્યુ રીંગ રોડ- ઘંટેશ્વર- માધાપર ચોકડી- જામ ટાવર- આર. વર્લ્ડ- રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ પાસે સુધી રહેશે.

૫૦ કી.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ- કાલાવડ રોડ- ન્યુ રીંગ રોડ- ચોકીધાણી- એલ્ડોરાડો પાર્ક(ત્યાંથી રીટર્ન)- માધાપર ચોકડી- જામ ટાવર- આર. વર્લ્ડ- રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ પાસે સુધી રહેશે.

૭૫ કી.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ- કાલાવડ રોડ- ન્યુ રીંગ રોડ- ચોકીધાણી- ભારત હોટલ- ડેપાલીયા બસ સ્ટોપ(ત્યાંથી રીટર્ન) માધાપર ચોકડી- જામ ટાવર- આર. વર્લ્ડ- રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ પાસે સુધી રહેશે.

સાયકલીંગ કરવું વ્યક્તિની તંદુરસ્તી માટે આશીર્વાદરૂપ ગણાય છે. સાયકલોફ્નમાં ભાગ લેનાર તમામ વ્યક્તિને હેલ્મેટ, ટીશર્ટ અપાશે. રૂટ પર પાણી, મેડિકલ સુવિધા, મ્યુઝીકલ ચીયારીંગ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ સાયકલ રેલીમાં ભાગ લેવા માટે રાજકોટ જ નહી બલ્કે સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત સીરિયા, બાંગ્લાદેશ સહિતના દેશોના સાયકલપ્રેમીઆે મળી 1300 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
First published: January 12, 2019, 1:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading