Home /News /kutchh-saurastra /રાજકોટ: 'ઓલા ભાઈ જાયશે...એ ગ્યા...એ ગ્યા..', ગરનાળામાં ધસમસતા પ્રવાહમાં વ્યક્તિ તણાયો - Live Video

રાજકોટ: 'ઓલા ભાઈ જાયશે...એ ગ્યા...એ ગ્યા..', ગરનાળામાં ધસમસતા પ્રવાહમાં વ્યક્તિ તણાયો - Live Video

રાજકોટ પોપટપરા નાળામાં સાયકલ ચાલક તણાયો

પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે એક સાઈકલ ચાલક સાયકલ સાથે ગરનાળા એક તરફથી બીજી તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો

રાજકોટ : શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે. સતત વરસાદ વરસવાના કારણે જળાશયોમાં પણ નવા નીરની આવક યથાવત જોવા મળી રહી છે. તો બીજી તરફ ગત મોડી રાત્રે થી રાજકોટ શહેરમાં વરસાદી માહોલ છવાઇ જવાના કારણે રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા છે તેમજ શહેરના અંડર બ્રિજ તેમજ ગરનાળાઓ સ્વિમિંગ પૂલ બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

ત્યારે પોપટપરાનું ગરનાળામાં વરસાદી પાણીથી ભરાઇ ગયું હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા. પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થાય તે પૂર્વે જ ગરનાળાની બને તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. જેથી કોઈ પણ રાહદારી પાણીના ધસમસતા પ્રવાહમાં ગરનાળાની એક તરફથી બીજી તરફ જવાનો પ્રયત્ન સુધ્ધા ના કરે. તેમ છતાં કેટલાક લોકો પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે પણ ગરનાળા ની એક તરફ થી બીજી તરફ જવાનો પ્રયત્ન કરતા નજરે પડતાં હોય છે.

ગત મોડી રાત્રીથી શહેરભરમાં વરસી રહેલા વરસાદના કારણે પોપટપરા નુ ગરનાળું પણ વરસાદી પાણીથી છલોછલ ભરાઇ ગયું હતું. ત્યારે પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે એક સાઈકલ ચાલક સાયકલ સાથે ગરનાળા એક તરફથી બીજી તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ સમયે તે પાણીના ધસમસતા પ્રવાહમાં સાયકલ સાથે તણાઈ હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. જે દ્રશ્યો ત્યાં ઉભેલા કોઈ પ્રત્યક્ષદર્શી એ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધા હતા. ત્યારે મળતી માહિતી મુજબ સાયકલ સાથે તણાયેલ વ્યક્તિનું રેસ્ક્યુ ગરનાળાની બીજી તરફ ઉભેલા લોકોએ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.



ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે રાજકોટ મનપાના ફાયર બ્રિગેડ દ્વારા પોપટપરા ના ગરનાળામાં ફસાયેલ અસ્થિર મગજના વ્યક્તિનું પણ રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Gujarat rain news, Rajkot News, રાજકોટ