Home /News /kutchh-saurastra /

Rajkot Crime News: રાજસ્થાનની કુખ્યાત ગેંગ ઝડપાઇ, 10 ચોરીના ભેદ ઉકેલાયા

Rajkot Crime News: રાજસ્થાનની કુખ્યાત ગેંગ ઝડપાઇ, 10 ચોરીના ભેદ ઉકેલાયા

રાજસ્થાની

રાજસ્થાની ચોર ટોળકી ઝડપાઈ

Rajkot Crime News: આ ટોળકીએ શહેરમાં છેલ્લા 4 મહિનામાં(4 month) 10 દુકાનમાંથી (10Shop) રોકડા રૂપિયા 9.41 લાખ (Case Rupis 9.41Lakh)સહિત કુલ 11 લાખના મુદ્દામાલની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટઃ શહેરમાં(City) વધી રહેલા ચોરીના બનાવો પછી ક્રાઇમ બ્રાંચના (Crime Branch)સ્ટાફ દ્વારા રાજસ્થાનના (Rajeshthan)બાસવાડા જિલ્લાના અલગ અલગ ગામમાં રહેતા તસ્કર ગેંગના(Gang) સૂત્રધાર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. કડિયાકામની મજૂરીના સ્વાંગમાં રાજકોટ(Rajkot) આવ્યા પછી બાંધકામ સાઇટની નજીકની દુકાનોને નિશાન બાવીને ચોરી કરતી હતી.

    આ ટોળકીએ શહેરમાં છેલ્લા 4 મહિનામાં(4 month) 10 દુકાનમાંથી (10Shop) રોકડા રૂપિયા 9.41 લાખ (Case Rupis 9.41Lakh)સહિત કુલ 11 લાખના મુદ્દામાલની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચોરીથી મેળવેલા તમામ નાણા દેણુ ચૂકવવા તેમજ ઘરખર્ચ અને મોજશોખમાં ખર્ચી નાખ્યા હોવાથી રોકડ કબજે કરવામાં પોલીસનને (Police)સફળતા મળી નથી. જો કે પોલીસે આ ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય ત્રણને ઝડપી પાડવા તપાસ ચાલી રહી છે

    આ પણ વાંચોઃ-.સુરતઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવ્યા

    પોલીસેજેમાં જણાવ્યા મુજબ, શહેરના સામાકાંઠા વિસ્તાર અને રૈયારોડ પર છેલ્લા બે-ત્રણ મહિનાથી દુકાનોમાં ચોરીના બનાવ વધી જતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ ટીમ ચોરીના ભેદ ઉકેલવા કામે લાગી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ, અને મોબાઇલના ટાવર ડમ્પના આધારે થયેલી તપાસમાં રાજસ્થાન બાસવાડા જિલ્લાના 7 શખસોની ગેંગ શંકાના દાયરામાં આવી હતી.

    આ પણ વાંચોઃ-સેલવાસઃ દિલધડક Resuceનો video, યુવતીએ લગાવી મોતની છલાંગ, રાહદારી યુવકે જીવના જોખમે બચાવ્યો જીવ

    આરોપીઓને પકડવા પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ સહિતના રાજસ્થાન પહોંચ્યા હતા. જોકે આરોપીઓઓ અલગ અલગ ગામના હોવાથી સ્થાનિક પોલીસની મદદથી આદીવાસી રાકેશ રંગજીભાઇ ડોડીયાર અને અરુણ રંગજીભાઇ ડોડીયાર તેમજ ખાતુરામ કાન્તુ ડોડીયાર (જુપેલ, બાસવાડા) સહિત કૈલાસ નારસીંગ મયડા(બરોડાગામ, બાયતલાબ, બાસવાડા)ને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂ. 3200 રોકડા અને ચાર મોબાઇલ સહિત કુલ રૂ. 23,200 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ટોળકીએ રાજકોટની 10 દુકાનમાં ચોરીની કબૂલાત આપી છે.
    First published:

    Tags: Crime news, Rajkot crime news, Rajkot News, ક્રાઇમ બ્રાંન્ચ, રાજકોટ, રેડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन