મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : શહેરમાં(City) અન્ય વાહનોની(vehicles)સાથે ખેડૂતોને ઉપયોગી ટ્રેક્ટરની(Tractor) ચોરીની(Theft) ઘટનાઓ સતત વધી રહી છે. આ ગંભીર(Serious) બાબતને ધ્યાને લઈને આ અંગેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને(Crime Branch)ને સોંપવામાં આવી હતી. આરોપી(Accused) ટ્રેક્ટરની ચોરી(Tractor theft) કરીને તેમાં કલરકામ કરીને(By coloring) તેના રંગરૂપ ફેરવી નાખતા હતા. જો કે ક્રાઈમ બ્રાન્ચે બે શખ્સોને કુલ રૂ. 11 લાખના (11 lakh) મુદ્દામાલ સાથે ઝડપી લઈ અલગ અલગ ત્રણ ટ્રેક્ટરની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
DCP બલરામ મીણાનાં જણાવ્યા મુજબ, શહેરમાં વર્ષ દરમિયાન આજી જિઆઈડીસી, થોરાળા,ગોંડલ ચોકડી સહિતના સ્થળો પરથી ત્રણ ટ્રેકટરની ચોરીઓ થઈ હતી. તપાસ દરમિયાન આજીડેમ ચોકડી પાસે ટ્રેકટર ચોરી કરવા માટે રેકી કરવા બે શખ્સો નીકળ્યા હોવાની ચોક્કસ બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આ બાતમીના આધારે પી.એસ.આઈ અને ટીમે દરોડો પાડી ચોરી કરવાના ઇરાદે ઉભેલા 29 વર્ષીય બિપિન રાજુભાઇ સાટીયા અને 19 વર્ષીય ગણપત જગાભાઈ મિરને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા બંનેની પૂછપરછમાં તેઓએ એકાદ વર્ષ પહેલા આજી જીઆઈડીસીમાથી તેમજ સાતેક માસ પૂર્વે એક ટ્રેક્ટર થોરાળા પાસેથી તથા એક કોક્ટરિયા પાસેથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આ બંને પાસેથી રૂ. 5 લાખની કિમતનું એક ટ્રેક્ટર અને રૂ. 3 લાખની કિમતનાં બે ટ્રેકટર મળી કુલ રૂ. 11 લાખનો મુર્દામાલ કબ્જે કર્યા છે. આ બંને પૈકી આરોપી બિપિન સાટીયા અગાઉ મારમારી ધમકીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પણ સામે આવતા પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ ડીસીપીએ જણાવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Rajkot city, ક્રાઇમ બ્રાંન્ચ, પોલીસ, રાજકોટ