Home /News /kutchh-saurastra /

રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાનું દુષ્કર્મ અને મીટૂ અંગે શું કહેવું છે ?

રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાનું દુષ્કર્મ અને મીટૂ અંગે શું કહેવું છે ?

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાની રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઇ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાની રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઇ

  ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાની રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઇ છે. રીવાબાએ અધ્યક્ષ બનતા પત્રકારો સાથેની વાતચીતમાં નારી સશક્તિકરણની વાતો કરી હતી. સાથે જ તેઓએ દુષ્કર્મ અને મીટુ જેવા મુદ્દે વાતચીત કરી હતી.

  રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, આવતા દિવસોમાં સંગઠન મજબૂત કરીશું, ગામડાઓ સુધી જઇશું, અલગ અલગ હોદ્દા નિમણૂક કરીશું. રવિન્દ્ર સાથે વાત થઇ એ પહેલા પણ વાત આવી હતી ત્યારે તેની અનુમતિ લીધી હતી. માત્ર ક્ષત્રિય સમાજ માટે જ નહીં કોઇ પણ પીડિત કે અન્યય સામે લડીશું અને અવાજ ઉઠાવીશું. રવિન્દ્ર સાથે નક્કી કર્યા પછી તેણે હા પાડી પછી જ મે હા પાડી હતી. મને આ પદ માટે યોગ્ય ઠેરવી તેના માટે તમામનો આભાર. આ પદની ગરીમાં જળવાઇ રહે તેવો પ્રયાસ કરીશ. પહેલો ઉદ્દેશ એ છે કે, નાનામાં નાના ગામડામાં કરણી સેનાની મહિલાઓ હશે.

  રીવાબાએ આગળ જણાવ્યું હતું કે, મહિલાની સલામતી કેમ કરવી ત્યાંથી શરૂઆત કરીશ. નારીમાં શક્તિના પ્રાણ પૂરવામાં આવશે.


  રાજકારણમાં આવવું કે નહીં તે હું અત્યારે ન કહી શકું. પરંતુ દેશ માટે કંઇક અવશ્ય કરીશ. સુરતમાં બનેલી રેપની ઘટના શર્મનાક કહેવાય. ગુજરાતને સલામત રાજ્ય જોવામાં આવે છે અને અહીં આવું થાય તે યોગ્ય ન કહેવાય.

  રીવાબાએ આગળ જણાવ્યું હતું કે, મહિલાની સલામતી કેમ કરવી ત્યાંથી શરૂઆત કરીશ. નારીમાં શક્તિના પ્રાણ પૂરવામાં આવશે. રવિન્દ્રએ કહ્યું કે તમારી ઇચ્છા હોય અને સમાજ માટે કરવું હોય તો કરો. મારૂ સપનું છે કે, રેપના બનાવમાં પુરૂષને જાગૃત કરવા અને એકલી રહેતી મહિલાને શક્તિ આપવી છે. મી ટુ મુદ્દે જણાવ્યું હતું કે, આ સારૂ અભિયાન છે. મહિલા હિંમત કરે છે જે સારી વાત છે. સામાન્ય મહિલાને પ્રેરણા આપશે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Metoo, રવિન્દ્ર જાડેજા

  આગામી સમાચાર