Home /News /kutchh-saurastra /

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જીત બદલ PM મોદીને પાઠવ્યા અભિનંદન

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જીત બદલ PM મોદીને પાઠવ્યા અભિનંદન

PM મોદી સાથે રવિન્દ્ર જાડેજા (ફાઇલ તસવીર)

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતના અભિનંદન આપ્યા છે

  ન્યૂઝ18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપની જીતને વધાવવામાં આવી રહી છે, ત્યારે સેલિબ્રિટીઝ પણ ભાજપની જીતના વખાણ કરી રહ્યાં છે.

  ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતના અભિનંદન આપ્યા છે. જાડેજાએ ટ્વિટ કરી તેમને અભિનંદન પાઠવ્યા છે. ટ્વિટ કરતા જાડેજાએ લખ્યું કે, આ જીત માત્ર આશા, સ્થિરતા અને વિકાસનું પ્રતિક નથી, પરંતુ અવિશ્વાસ પર વિશ્વાસની જીત છે.

   આ પણ વાંચો: ગુજરાતમાં અમિત શાહથી પણ આગળ નીકળ્યા ભાજપના આ બે નેતા!

  ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપ સાથે જોડાયલા છે, જ્યારે જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા હતા. જે બાદ જાડેજાના બહેન નયનાબાને કોંગ્રેસે જવાબદારી સોંપી હતી. તેમને જામનગર મહિલા મોરચાના મહામંત્રી બનાવ્યા છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Lok Sabha Election, Won, ક્રિકેટર, પીએમ મોદી, રવિન્દ્ર જાડેજા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन