રાજકોટ : શુ મનપાને માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ સિવાય બીજી કોઈ જગ્યા ન મળી? ક્રિકેટ પ્રેમીઓમાં રોષ


Updated: January 22, 2020, 3:12 PM IST
રાજકોટ : શુ મનપાને માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ સિવાય બીજી કોઈ જગ્યા ન મળી? ક્રિકેટ પ્રેમીઓમાં રોષ
ક્રિકેટ ગ્રાઉન્ડ

24 જાન્યુઆરીના રાજકોટના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે જૂના ગીતોની મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે.

  • Share this:
રાજકોટ : શહેરમાં 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. 17 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો ચાલી રહ્યા છે. 24 જાન્યુઆરીના રાજકોટના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે જૂના ગીતોની મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં મ્યુઝિકલ નાઈટને લઈને તૈયારીઓ ચાલુ છે, ત્યારે ક્રિકેટપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ગ્રાઉન્ડને થોડા સમય પહેલા જ લાખો રૂપિયા ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. હવે આ ગ્રાઉન્ડ પર મ્યુઝિકલ નાઈટનું આયોજન થતા ગ્રાઉન્ડને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. રાજકોટના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે અનેક ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવામાં આવે છે અને અનેક ક્રિકેટ પ્રેમીઓ દરરોજ નેટ પ્રેક્ટિસ પણ કરતા હોય છે. આ સમયે હવે ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે.

ગ્રાઉન્ડ પર સામાન ગોઠવી દેવાયો

હાલ આ ગ્રાઉન્ડ પર લાઈટ અને સાઉન્ડનો સમાન ખડકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત લાકડાની પાટ પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ માટે મહાકાય સ્ટેજ પણ ઉભું કરી દેવામાં આવ્યું છે. આ કારણે ગ્રાઉન્ડને નુકસાન થવાની શક્યતા છે. કાર્યક્રમના આયોજનથી ગ્રાઉન્ડની પીચને પણ નુકસાન થઈ શકે તેવી સ્થિતિ છે.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर