રાજકોટ : 16 મહિનાની દીકરીની હત્યા કરી દંપતીનો આપઘાતનો પ્રયાસ

News18 Gujarati
Updated: July 8, 2019, 9:19 AM IST
રાજકોટ : 16 મહિનાની દીકરીની હત્યા કરી દંપતીનો આપઘાતનો પ્રયાસ
દંપતી હાલ સારવાર હેઠળ

16 મહિનાની દીકરીને ગળેટૂંપો આપી દંપીએ હાથની નસ કાપી લીધી, ઝેરી દવા પણ ગટગટાવી.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : રાજકોટમાં આર્થિક સંકડામણને કારણે દંપતીએ પુત્રીની હત્યા કરીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના હંસરાજનગર ખાતે આ બનાવ બન્યો છે. આપઘાતનો પ્રયાસ કરનાર દંપતી હાલ સારવાર હેઠળ છે.

મળતી માહિતી પ્રમાણે મનીષ રાવરાણી અને ભાવિકા રાવરાણીએ મકાનની લોન ન ભરી શકવાને કારણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. આ માટે બંનેએ પહેલા તેની 16 મહિનાની દીકરીને ગળેટૂપો દઈને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં બંનેએ હાથની નસ કાપી લીધી હતી.

હાથની નસ પૂરતી ન હોય તેમ દંપતીએ બાદમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને માથે કેસોસીન છાંટીને સળગી ગયા હતા. આ અંગેની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગ ખાતે દંપતીની સારવાર ચાલી રહી છે.
First published: July 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com