રાજકોટ આવાસમાં ચોંકાવનારો ખુલાસો, 56 ફ્લેટ ભાડે આપેલા હતા !

મહાનગરપાલિકા દ્વારા વિવિધ આવાસ યોજના ચેકિંગ ઝુંબેશ અનુસંધાને રચવામાં આવેલ છ(૬) ટીમ દ્વારા સધન ચકાસણી કરવામાં આવી હતી

News18 Gujarati
Updated: July 12, 2019, 3:46 PM IST
રાજકોટ આવાસમાં ચોંકાવનારો ખુલાસો, 56 ફ્લેટ ભાડે આપેલા હતા !
મહાનગરપાલિકા દ્વારા વિવિધ આવાસ યોજના ચેકિંગ ઝુંબેશ અનુસંધાને રચવામાં આવેલ છ(૬) ટીમ દ્વારા સધન ચકાસણી કરવામાં આવી હતી
News18 Gujarati
Updated: July 12, 2019, 3:46 PM IST
રાજકોટ શહેરમાં ઘરનું ઘર નહી ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર મળે તે માટે શહેરમાં આવાસ યોજના અંતર્ગત ફ્લેટ બનાવવામાં આવ્યા છે. આ યોજનાનો હેતુ ગરીબ લોકોને રહેવા ઘર મળે તે છે, પરંતુ ગરીબોની યોજનામાં કેટલાક લેભાગુ તત્વો પણ લાભ લઇ રહ્યા હોવાનું ફરિયાદો ઉઠી છે.

રાજકોટ કોર્પોરેશનને છેલ્લા કેટલાક સમયથી ફરિયાદો મળી રહી હતી કે સરકારી આવાસોમાં ફ્લેટ ભાડે આપવામાં આવ્યા છે. પોતાની માલિકીનું ઘર પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી બનાવાયેલી વિવિધ આવાસ યોજનામાં કેટલાક લાભાર્થીઓએ પોતપોતાના આવાસ અન્ય લોકોને ભાડેથી રહેવા માટે આપી દીધા હોવાની રાજકોટ મહાનગરપાલિકાને મળેલી ફરિયાદના આધારે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વિવિધ આવાસ યોજનામાં ખરેખર જેઓને આવાસ ફાળવવામાં આવેલા છે એ લાભાર્થીઓ જ રહે છે કે અન્ય કોઈ વ્યક્તિ તેની ચકાસણી કરવા માટે છ ટીમની રચના કરી ચેકિંગ હાથ ધર્યું હતું.

અહીં ક્લિક કરી વાંચોઃ ઘરનું ઘર:આવાસ યોજનાની ફોર્મ ભરવાની આ છે છેલ્લી તારીખ

તારીખ ૧૨-૦૭-૨૦૧૯ ના રોજ મહાનગરપાલિકા દ્વારા વિવિધ આવાસ યોજના ચેકિંગ ઝુંબેશ અનુસંધાને રચવામાં આવેલ છ(૬) ટીમ દ્વારા સધન ચકાસણી કરવામાં આવી હતી. જે અન્વયે ટીમ નં. ૧ દ્વારા કુલ ૫૩૦ ફ્લેટ ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૩૭ ફ્લેટ ભાડે આપેલ હતા અને ૪૨૯ ફ્લેટ બંધ જોવા મળ્યા હતા. ટીમ નં. ૨ દ્વારા કુલ ૬૪૪ જેમાંથી ફ્લેટ ૦૬ ભાડે આપવામાં આવ્યા હતા અને ૧૯૩ ફ્લેટ બંધ જોવા મળ્યા હતા. ટીમ નં. ૩ દ્વારા કુલ ૮૪ ફ્લેટની ચકાસણી કરવામાં આવી હતી. ટીમ નં. ૪ દ્વારા કુલ ૪૧૪ ફ્લેટની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી ૩૨૮ ફ્લેટ બંધ હાલતમાં મળ્યા હતા. ટીમ નં. ૫ દ્વારા કુલ ૪૧૮ ફ્લેટની ચકાસણી કરેવામાં આવેલ જેમાંથી ૩૭૮ ફ્લેટ બંધ મળ્યા હતા. ટીમ નં. ૬ દ્વારા કુલ ૫૦૯ જેમાંથી ૧૩ ફ્લેટ ભાડે આપવામાં આવ્યા હતા અને ૨૧૧ ફ્લેટ બંધ જોવા મળ્યા હતા.

જ્યારે મનપા કમિશનરની ટીમ આવાસે પહોંચી તો ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આ આવાસમાંથી 56 જેટલા ફ્લેટ ભાડે આપવામાં આવ્યા છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, આ આવાસ યોજનાઓનો હેતુ ઘર વિહોણા લોકોને પોતાની માલિકી આશરો મળે, પોતાની માલિકીના ઘરમાં રહેવાની સુવિધા તેઓને મળે તેવો છે. ઉપરાંત આવાસ યોજનાના ફોર્મમાં તેમજ દસ્તાવેજમાં એ નિયમનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે, દસ્તાવેજ બન્યાની તારીખથી ૭ (સાત) વર્ષ સુધી આવાસ વેંચાણ કે ભાડેથી અન્ય કોઇપણ વ્યક્તિને આપી શકાશે નહી.

આ પણ વાંચોઃ આ વ્યક્તિને કારણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવી હતી 19 વર્ષની સની લિયોન
આ નિયમ ભંગ થવાના કિસ્સામાં આવાસની ફાળવણી રદ કરવા સુધીના પગલાં લઇ શકાય છે. રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાઓમાં આવી પ્રવૃતિઓ ચલાવી નહી લેવાય. આવાસ યોજનાઓનો લાભ ઘર વગરના લોકોને જ મળે તેવો મૂળભૂત આશય પરિપૂર્ણ થવો જ જોઈએ. એમાં રાજકોટ મહાનગરપાલિકા કોઈ જ બાંધછોડ નહી કરે. હાલમાં પોતપોતાના આવાસમાં રહેતા મૂળ માલિકો પણ પોતાના આવાસ અન્ય કોઈને ભાડે નાં આપે કે વેંચાણ પણ ના કરે તેવો ખાસ અનુરોધ છે. આ નિયમનો ભંગ થયાનું જોવા મળશે તો આવાસની ફાળવણી રદ કરવા સુધીના પગલાં મહાનગરપાલિકા લેશે, જેની સૌ લાગતાવળગતાઓ નોંધ લેવી.

ઉપરોક્ત કામગીરીમાં જે ફ્લેટ ભાડે અપાયાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે, તેવા કિસ્સાઓમાં આગળની કાર્યવાહી બાબતે વિચારણા કરવામાં આવનાર છે.
First published: July 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...