કોરોનાનાં સંકટ વચ્ચે 25મી માર્ચે રાજ્યનાં આ વિસ્તારોમાં પડશે વરસાદ

News18 Gujarati
Updated: March 22, 2020, 2:45 PM IST
કોરોનાનાં સંકટ વચ્ચે 25મી માર્ચે રાજ્યનાં આ વિસ્તારોમાં પડશે વરસાદ
હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતનાં ખેડૂતો માટે ચિંતા કરાવનારા સમાચાર આવ્યાં છે.

  • Share this:
રાજકોટ : આખા વિશ્વમાં કોરોનો (Coronavirus) કેર વર્તાઇ રહ્યો છે. લોકો આ વાયરસથી દૂર રહેવા માટે પોતાના ઘરમાં જ બંધ હોય છે. ત્યારે ગુજરાતનાં ખેડૂતો માટે ચિંતા કરાવનારા સમાચાર આવ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 25મી માર્ચે આંશિક વરસાદ થવાની આગાહી છે.

રાજ્યના હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, આગામી 25 માર્ચનાં રોજ થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 25 માર્ચે ઉત્તર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણમાં પલટો આવનાની શક્યતા છે. મહત્વનું છે કે, 21મી માર્ચ એટલે કે શનિવારે જ, રાજકોટના ગોંડલ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં હળવા વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ કોરોના વાયરસની ભીતિ અને વળી વરસાદની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

આ પણ વાંચો : Coronavirus : CM રૂપાણીની જાહેરાત, 'ચારેય મહાનગરોમાં જરૂરી તમામ ચીજો મળશે, Shutdown નથી'

આ પણ વાંચો : Photos: COVID-19ને કારણે બંધ હતા અમરેલીનાં બજાર, કપલે કરાવ્યું પ્રિ વેડિંગ શૂટ

રાજ્યમાં કોરોના વાયરસે ભરડો લઈ લીધો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસનાં જે પોઝિટિવ કેસ હતા તે વધીને પોઝિટિવ કેસનોની સંખ્યા 18 થઈ છે. 22મી માર્ચે બપોરે 1.00 વાગ્યા સુધીમાં રાજ્યમાં 18 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલ (Nitin Patel)એ જાહેરાત કરી હતી કે રાજ્યમાં 22મી માર્ચે 5 નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે. તમામ દર્દીઓ આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. આ 13 કેસમાંથી 7 કેસ અમદાવાદ (Ahmedabad) શહેરમાં નોંધાયા છે. 3 કેસ વડોદરામાં (Vadodara)માં નોંધાયા છે. પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં 3 કેસ નોંધાયા છે. સુરતમાં (Surat) કોરોનાના ત્રણ અને રાજકોટમાં (Rajkot)માં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નીતિન પટેલે પત્રકારોને માહિતી આપી અને જનતા કર્ફ્યૂ અને કોરોનાના પોઝિટિવ કેસ તેમજ આગામી રણનીતિની માહિતી આપી હતી.

આ વીડિયો જુઓ:
First published: March 22, 2020
વધુ વાંચો
अगली ख़बर