હવે તો સુધરો! રાજકોટ ખુદ ડોકટરે જ પોતાના પુત્રના ધામધુમથી લગ્ન કરાવ્યા, ડોક્ટર-રિસોર્ટ સંચાલક સામે ફરિયાદ

હવે તો સુધરો! રાજકોટ ખુદ ડોકટરે જ પોતાના પુત્રના ધામધુમથી લગ્ન કરાવ્યા, ડોક્ટર-રિસોર્ટ સંચાલક સામે ફરિયાદ
આરોપીઓની તસવીર

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લગ્ન પ્રસંગ યોજનાર ડોક્ટર કે કે રાવલ ભરતભાઈ વ્યાસ તેમજ રેજન્સી લગૂન રીસોર્ટના માલિક સુમિત પટેલ અને રિસોર્ટના સંચાલક સંજય કુમાર શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટઃ રાજકોટ (Rajkot) સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોના મહામારીનો (coronavirus) વ્યાપ દિવસે અને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગ અર્થે 50 જેટલા વ્યક્તિઓને એકત્રિત થવાની મંજૂરી આપવામાં આવી રહી છે. તેમ છતાં રાજકોટની નામાંકિત રેજન્સી લગૂન રીસોર્ટમાં (Regency Lagoon Resort) લગ્ન પ્રસંગ અર્થે સૌથી વધુ વ્યક્તિઓ એકઠા થતા ક્રાઈમ બ્રાન્ચ (crime branch) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ (crime branch) દ્વારા લગ્ન પ્રસંગ યોજનાર ડોક્ટર (doctor) કે કે રાવલ ભરતભાઈ વ્યાસ તેમજ રેજન્સી લગૂન રીસોર્ટના માલિક સુમિત પટેલ અને રિસોર્ટના સંચાલક સંજય કુમાર શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર મામલે dcp મનોહરસિંહ જાડેજા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જે પ્રેસ કોન્ફરન્સમાં મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા રેજન્સી લગૂન રીસોર્ટ માં ગત તારીખ 25 એપ્રિલના રોજ રાજકોટના ડોક્ટર કે કે રાવલ અને મોરબીના ભરતભાઈ વ્યાસ દ્વારા લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો.જે લગ્ન પ્રસંગ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ વનરાજ સિંહ જાડેજાને બાતમી મળી હતી કે, ડોક્ટર કે કે રાવલ દ્વારા રેજન્સી લગૂન રીસોર્ટ માં પોતાના પુત્ર ના લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

તે લગ્ન પ્રસંગમાં અંદાજિત સૌથી વધુ વ્યક્તિઓ એકત્રિત થયા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલા બાતમીના આધારે રેજન્સી લગૂન રીસોર્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા લગ્ન પ્રસંગે સૌથી વધુ માણસો એકત્રિત થયાનું જણાઈ આવ્યું હતું.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ સ્ટેશન બહાર જ PSIની પ્રજા સાથે દાદાગીરી, live video થયો વાયરલ

સીસીટીવી ફૂટેજ ચેક કરતા કેટલાક વ્યક્તિઓએ માસ્ક ન પહેર્યા હોવાનું તેમજ સોશિયલ distance ન જાળવ્યા હોવાનું ખુલ્યું હતું.  જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચારેય આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ 266, 188 તથા જી.પી.એક્ટ 135 તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005 ની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી ને અટકાવવા માટે રાજ્ય સરકાર તેમજ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર સક્રિય છે. ત્યારે શિક્ષિત ગણાતા એવા લોકો લગ્ન પ્રસંગે પણ મહામારી ફેલાય તે પ્રકારના કૃત્યો કરતા હોવાનું સામે આવ્યું છે.
Published by:ankit patel
First published:April 30, 2021, 15:07 pm

ટૉપ ન્યૂઝ