રાજકોટ : કોરોનાના ખતરા વચ્ચે મહિલાનું સ્વાઇન ફ્લૂથી શંકાસ્પદ મોત, રિપોર્ટ આવવાનો બાકી

News18 Gujarati
Updated: March 16, 2020, 10:46 AM IST
રાજકોટ : કોરોનાના ખતરા વચ્ચે મહિલાનું સ્વાઇન ફ્લૂથી શંકાસ્પદ મોત, રિપોર્ટ આવવાનો બાકી
પ્રતિકાત્મક તસવીર

સરકાર તરફથી દરેક જિલ્લાની હૉસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

  • Share this:
રાજકોટ : ગુજરાતમાં સદનસિબે કોરોના વાયરસ (Coronavirus Cases in Gujarat)નો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ દરમિયાન સરકારે અગમચેતીના ભાગરૂપે સ્કૂલ-કૉલેજો (School-College) અને સિનેમાઘરોને બંધ રાખવાનો આદેશ કર્યો છે. બીજી તરફ સરકાર (Gujarat Government) તરફથી દરેક જિલ્લાની હૉસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ (Isolation Wards)પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટ (Rajkot) ખાતે એક મહિલાનું મોત થયું છે. જોકે, મહિલાનું મોત સ્વાઇન ફ્લૂ (Swine Flu)ને કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્વાઇન ફ્લૂની આશંકાને પગલે મહિલાની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જોકે, મહિલાનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. રિપોર્ટ સામે આવ્યા બાદ જ મહિલાના મોતનું કારણ જાણી શકાશે.

31મી માર્ચ સુધી સામુહિક મેળાવડાઓ ન કરવા સરકારની જનતાને અપીલ

ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus Case in Gujarat) નો ફેલાવો રોકવા માટે સરકાર સક્રિય બની છે. જે અનુસંધાને સરકારે ધ એપિડેમિક ડિસિઝ એક્ટ, 1897 (The Epidemic Disease Act 1897)ના અમલની સૂચના માટે જાહેરનામું (Notifications) બહાર પાડ્યું છે. આ એક્ટની કલમ 2, 3 અને 4 પ્રમાણે અધિકારીઓને કેટલિક સત્તા આપવામાં આવી છે, તેમજ કેટલાક આદેશ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારે વધુ એક જાહેરનામું બહાર પાડીને જાહેર નજતાને સામુહિક મેળાવડા (Mass Gathering)ઓ ન કરવા અથવા પાછળ ઠેલવવા માટે અપીલ કરી છે. સાથે જ સરકારી કચેરીઓ કે સંસ્થાઓ તરફથી યોજતા વર્કશોપ કે સેમિનાર 31મી માર્ચ સુધી ન કરવાની સૂચના આપી છે.

આ પણ વાંચો : coronavirus સામેની કામગીરી બદલ વિદેશમાંથી પરત ફરતા ભારતીયોએ સરકારનો આભાર માન્યો

ગુજરાત સરકારનો પરિપત્ર

ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે આ કાનૂન ધ ગુજરાત એપિડેમિક ડિસિઝ, કોવિડ-19 રેગ્યુલેશન્સ, 2020 નામે ઓળખાશે. આ કાનૂન જાહેરનામું પ્રસિદ્ધ થયાના એક વર્ષ સુધી અમલમાં રહેશે. આ કાનૂન પ્રમાણે જવાબદાર અધિકારીઓ એટલે કે સ્વાસ્થ્ય કમિશનરો, મ્યુનિસિપલ કમિશરન, કલેક્ટરો તેમજ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી નિમવામાં આવેલા અધિકારીઓને ગણાશે. સરકારના પરિપત્ર પ્રમાણે દરેક સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં કોવિડ 19ના શંકમંદોની તપાસ માટે સ્ક્રિનિંગ કોર્નર જરૂરી છે. આ ઉપરાંત દરેક સરકારી અને ખાનગી હૉસ્પિટલોએ એ રેકોર્ડ પણ રાખવો પડશે કે જે તે વ્યક્તિ કોરોના વાયરસના કેસ નોંધાયેલા છે તેવા કોઈ દેશનો પ્રવાસ કરીને આવ્યો છે કે કેમ. આ ઉપરાંત જો વ્યક્તિએ આવો કોઈ પ્રવાસ કર્યો હોવાનો તેમજ તેનામાં કોરોના વાયરસના કોઈ લક્ષણો જણાય તો તેને તાત્કાલિક 14 દિવસ માટે બધાથી અલગ કરી દેવો. આ ઉપરાંત કોવિડ 19 અંગેના રિપોર્ટ કરાવવા. 

આ પણ વાંચો : COVID-19: PM મોદીએ SAARC સભ્યોને કર્યા ભેગા, ઈમર્જન્સી ફંડમાં ભારત આપશે 1 કરોડ ડોલર

મેળાવડાઓ ન કરવા સરકારની અપીલ

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરપથી કોરોના વાયરસ અંગે એક પરિપત્ર બાહર પાડવામાં આવ્યો છે. જે પ્રમાણે નોવેલ કોરોના વાયરસ (COVID-19ને WHO તરફથી વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં આ રોગના કુલ-81 કેસ નોંધાયેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાચ્છોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. તકેદારીના પગલારૂપે રાજ્યમાં કોઇ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તાત્કાલિક અસરથી તમામ સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં યોજાતા વર્કશોપ, સેમિનાર, કોન્ફરન્સો તા.31/03/2020 સુધી મોકૂફ રાખવા જણાવવામાં આવે છે.

આમ નાગરિકોને પણ આ સમય દરમિયાન તકેદારીના ભાગરૂપે સામુહિક કે સામાજિક મેળાવડાઓના નાનાં-મોટા પ્રસંગો ટાળવા કે મોકૂફ રાખવા અપીલ કરવામાં આવે છે, આ બાબત જિલ્લા સ્તરેથી જાહેર જનતા સુધી પહોંચાડવા જણાવવામાં આવે છે.
First published: March 16, 2020, 10:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading