'અમે ગુજરાતી લહેરી લાલા', રાજકોટની સમરસ હોસ્ટેલમાં ગૂંજ્યા ગીત, દર્દીઓનું મોજ-મસ્તી સાથે કાઉન્સેલિંગ

'અમે ગુજરાતી લહેરી લાલા', રાજકોટની સમરસ હોસ્ટેલમાં ગૂંજ્યા ગીત, દર્દીઓનું મોજ-મસ્તી સાથે કાઉન્સેલિંગ
રાજકોટ સમરસ કોરોના કેર સેન્ટર

દર્દીઓને અન્ય કોઈ પ્રોબ્લેમ હોઇ તો તેનું નિરાકરણ લાવે છે. એક પારિવારિક હૂંફ પૂરી પાડવાનું કામ આ ટીમ કરી રહી છે.

  • Share this:
રાજકોટઃ ઓક્સિજનના (oxygen) માસ્ક પહેર્યા હોઈ અને દર્દી પલંગ પર બેસી ગીત સંગીતના તાલે ઝૂમે એ ગુજરાતમાં (Gujarat) જ શક્ય છે. લહેરી લાલા ગુજરાતીઓને (Gujarati) રાજકોટના (Rajkot) સમરસ કોવીડ કેર સેન્ટર (Samaras Covid Care Center) ખાતે એમ.એસ.ડબ્લ્યુની કાઉન્સેલિંગ ટીમના સભ્યો રોજબરોજ આવી થેરાપી આપી હળવાફૂલ રાખે છે.

નીલધારા રાઠોડ (સાઈકિયાટ્રીક સોશિયલ વર્કર) અને એમ.એસ. ડબ્લ્યુ.ના વિદ્યાર્થીઓ અદિતિ પટેલ, જ્યોતિકા પટેલ,  મનીષા  પરમાર,  નિકિતા પરમાર, જયેશ દેલવાલીયા, વિશાખા કુકડીયા, શ્રેયા ઠાકર, એલિસન મકવાણાની ટીમ દર્દીઓની સારસંભાળ રાખે છે તેમને રોજબરોજ કસરત કરાવવાની, જમાડવામાં મદદ કરવાની સહિતની પ્રવૃત્તિમાં મદદરૂપ બને છે.દર્દીઓને અન્ય કોઈ પ્રોબ્લેમ હોઇ તો તેનું નિરાકરણ લાવે છે. એક પારિવારિક હૂંફ પૂરી પાડવાનું કામ આ ટીમ કરી રહી છે. હાલમાં જ દર્દીઓ માટે હકારત્મક વિચારો આવે અને મન અન્ય જગ્યાએ જોડાયેલું રહે તે માટે ધાર્મિક, આધ્યાત્મિક, નોવેલ સહિતના 600 જેટલા પુસ્તકો દર્દીઓને વાંચવા માટે ઉપલબ્ધ કરાવાયા છે. જિલ્લા વહીવટી તંત્રની માનવતા ભરી પહેલ અને મેડિકલ ટીમના સહયોગથી દર્દીઓના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

મહત્વનું છે કે જે રીતના કોરોના ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે લોકો માનસિક રીતે પણ ઘણી વખત ભાંગી પડતાં જોવા મળે છે તેમાં પણ ખાસ કરીને જેને કોરોના પોઝિટિવ આવ્યો હોય અને તેમાં પણ તેઓ જ્યારે હોસ્પિટલમાં દાખલ જ્યારે ઘણા બધા દર્દીઓ માનસિક રીતે અસ્વસ્થ દેખાતા હોય છે.ત્યારે આ નવી પહેલ દ્વારા લોકોનો માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે અલગ-અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ અને તેની અંદર આવતી સમરસ હોસ્ટેલ તેમજ કેન્સર હોસ્પિટલમાં બનાવવામાં આવેલા સેન્ટરમાં નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફ દ્વારા દર્દીઓને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે અને તેઓ માનસિક રીતે સ્વસ્થ રહે તેનું પણ પૂરતા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવે છે.
Published by:ankit patel
First published:May 01, 2021, 21:29 pm

ટૉપ ન્યૂઝ