રાજકોટ: કોરોના વૉરિયરના પરિવારની કહાની, 'અમને સંક્રમણ ન લાગે તેથી પપ્પા 3 દિવસથી ઘરે નથી આવ્યા'


Updated: March 29, 2020, 7:43 AM IST
રાજકોટ: કોરોના વૉરિયરના પરિવારની કહાની, 'અમને સંક્રમણ ન લાગે તેથી પપ્પા 3 દિવસથી ઘરે નથી આવ્યા'
પ્રતિકાતમ્ક તસવીર

રાજકોટ સહિત સમગ્ર વિશ્વમાં ઘણા એવા તબીબો છે કે, જેવો હાલ લોકો સુરક્ષિત રહે તે માટે હોસ્પિટલોમાં કાર્યરત છે. આવા ડૉક્ટરો અને તેમના સ્ટાફને સલામ.

  • Share this:
રાજકોટ : દિવસે અને દિવસે રાજકોટમાં (Rajkot) કોરોના વાઈરસના (Corornavirus) પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારનાં રોજ રાજકોટમાં પોઝિટિવ કોરોના વાઈરસના એક સાથે ત્રણ જેટલા કેસ નોંધાયા હતા. આમ રાજકોટમાં કોરોના વાયરસનાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 8 પર પહોંચ્યો છે. ત્યારે કેટલાયે ડૉક્ટરો કોરોના વાયરસનાં હાહાકાર વચ્ચે પોતાના જીવન જોખમે સેવા આપી રહ્યા છે. હંમેશા કોઇપણ સારા કામ માટે જો પરિવારનો સાથ મળી જાય તો સોનામાં સુગંધ આવી જાય છે. આજે આપણે એક ડૉક્ટરનાં પરિવારની વાત કરવાના છે જેમણે આટલી કપરી પરિસ્થિતિમાં પણ હિંમત રાખી છે અને હિંમત આપી છે.

રાજકોટ શહેરમાં છેલ્લા આઠ દિવસમાં કોરોના વાયરસના આઠ જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે આઠ દર્દીઓ પૈકી પાંચ જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે કે ત્રણ  દર્દીઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર વિશ્વમાં ઘણા એવા તબીબો છે કે જેવો હાલ લોકો સુરક્ષિત રહે તે માટે હોસ્પિટલોમાં કાર્યરત છે. પોતાના પરિવારને છોડી હાલ હોસ્પિટલમાં 24 કલાક તબીબો સેવા આપી રહ્યા છે. ત્યારે ન્યૂઝ18 ગુજરાતીએ આવા જ એક તબીબ પરિવારની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો : COVID-19: ટાટા ટ્રસ્ટે 500 કરોડ રુપિયાની મદદની જાહેરાત કરી

ડૉક્ટર જયેશ ડોબરીયા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં હાલ સેવા આપી રહ્યા છે. તેઓ ત્રણ દિવસથી પોતાના ઘરે પરત નથી ફર્યા. પોતાના પરિવારજનોને કોરોનાવાયરસનો ચેપ ન લાગે તે માટે તેઓ પોતાના ઘરે પણ પરત નથી ફરી રહ્યા. 3 દિવસ પહેલા હોસ્પિટલે જતા પહેલા તેમને તેમના પરિવારજનોને જણાવ્યું હતું કે, તેઓ હવે પંદર દિવસ બાદ જ પરત ફરશે. ત્યારે હાલ ડૉક્ટર જયેશ ડોબરીયાના પરિવારજનોને ચોક્કસ તેમની યાદ આવી રહી છે પરંતુ તેઓ જે સેવા આપી રહ્યા છે તેના પર તેમને ગર્વ છે. ખરેખર આવા પરિવારને ન્યૂઝ18ગુજરાતી સલામ કરી રહ્યું છે.  આ પ્રકારના તબીબો અને તેમના સ્નાટાફનાં અથાગ પ્રયત્નોને કારણે જ હાલ કોરોના સામેની જંગ જીતી શકીશું.

આ પણ જુઓ : 
First published: March 29, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading