COVID 19 : 'રાજકોટના 10 પત્રકારો કોરોના સંક્રમિત,' FB પર અફવા પોસ્ટ કરનારે માફી માંગી


Updated: April 19, 2020, 1:20 PM IST
COVID 19 : 'રાજકોટના 10 પત્રકારો કોરોના સંક્રમિત,'  FB પર અફવા પોસ્ટ કરનારે માફી માંગી
પ્રતિકાત્મક તસવીર

સોશિયલ મીડિયાના એક પેજ પરથી રાજકોટમાં પત્રકારોને કોરોના હોવાની અફવા ઉડાડનારને શોધી પોસી કાર્યવાહી કરવાની કવાયત

  • Share this:
 રાજકોટ : શનિવારના રોજ જંગલેશ્વર વિસ્તારના મુસ્લિમ સમાજના મુખ્ય આગેવાન એવા મુન્ના બાપુ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જે બાદ મોટી સંખ્યા ની અંદર પોલીસ અધિકારીઓ મીડિયાકર્મીઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો ત્યારે આ તમામ નો રિપોર્ટ આજે સાંજ સુધી માં આવી જશે. એક બાદ એક રિપોર્ટ સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટના સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શદ અહેમદનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દરમિયાન રાજકોટમાં ગુજરાત ક્રાઇમ કંટ્રોલ નામના ફેસબુક પેજ પરથી રાજકોટના પત્રકારોને કોરોના થયો તેવી અફવા ફેલાવામાં આવી હતી. જોકે, હોબાળો થતા આ પેજ દ્વારા માફી પોસ્ટ કરવામાં આવી હતી. જોકે, રાજકોટના મીડિયાકર્મીઓ આ હરકતથી ખફા છે અને પોલીસ પાસે કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.

ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ છે કે વાઇરલ થયા છે. ગુજરાત ક્રાઇમ કંટ્રોલ નામના ફેસબુક એકાઉન્ટ માં એક મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે. જે પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે " દસ પત્રકારો રાજકોટમાં પોઝિટિવ નીકલા ધ્યાન આપો " ત્યારે આ મેસેજ સમગ્ર ગુજરાતભરમાં વાયરલ થતા પત્રકાર જગત સાથે જોડાયેલા કર્મચારીઓને તેમના સગાસંબંધીઓ નો ફોન આવી રહ્યો છે ત્યારે પત્રકાર જગત માંથી એક સાથે સુર નીકળ્યો છે કે પોલીસ આ મામલે કાર્યવાહી કરે.

આ પણ વાંચો :   રાજ્યમાં કોરોના વાયરસનો કહેર : એક જ દિવસમાં 5 મોત, 228 નવા કેસ, અમદાવાદમાં 140 નવા કેસ

કોરોના વાઈરસને લઈ તંત્રની કામગીરી અંગે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશકુમાર ભંડેરી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ત્યારે પત્રકાર પરિષદમાં મીડિયાને માહિતી આપતા ડોક્ટર મિતેશકુમાર ભંડેરીએ જણાવ્યું હતું કે રાજકોટમાં આવતીકાલ થી રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવશે.

હોટસ્પોટ વિસ્તારોમાં રેપીડ ટેસ્ટ કરવા કે કેમ તે અંગે આજે સાંજે નિર્ણય લેવાશે. ગઈકાલે જંગલેશ્વર વિસ્તારના મુસ્લિમ સમાજના આગેવાન મુન્ના બાપુ નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સંપર્કમાં આવેલા મીડિયા જગત ના કર્મચારીઓએ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ રિપોર્ટ કરાવ્યા હતા.

પોલીસ આ પેજના સંચાલક સામે કેસ કરે તેવી માંગણી પત્રકારોએ કરી છે.
આ પણ વાંચો :   આશાનું કિરણ જન્મ્યું! કોરોનાને માત આપનાર સ્મૃતિ ઠક્કર બની પ્રથમ પ્લાઝમાં ડોનર, અન્ય દર્દીને ઉપયોગી થશે

જેમાં 85 જેટલા મીડિયા જગત સાથે જોડાયેલ કર્મીઓ ના ટેસ્ટ કરવામાં આવ્યા. 15 જેટલા પોલીસ વિભાગ સાથે જોડાયેલ અધિકારીઓ અને કર્મીઓ ના ટેસ્ટ કરવામાં આવ્યા. ગઈકાલે 2836 સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી 120 સેમ્પલ જામનગર મોકલવામાં આવ્યા હતા તે તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
First published: April 19, 2020, 1:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading